Categories
Art article blog educational general knowledge History India's Famous Informative literature Mythology Study useful

કલાની 64 કળા │64 Types of Art

કલા એ પણ 64 પ્રકારની ????

આજે આપણે વાત કરવાની છે કલાના 64 પ્રકારોની. કલા એટલે સામાન્ય રીતે આવડત, કૌશલ્ય વગેરે. કવિ ભરતમૂનીએ જેમ પક્ષીઓમાં ગરૂડ શ્રેષ્ઠ , ફળોમાં કેરી શ્રેષ્ઠ તેમ કલાઓમાં ચિત્રકલાને શ્રેષ્ઠ કહી છે. આજે આપણે ચિત્રકલાની સાથે સાથે બીજી કઈ કઈ કલાઓ આવે છે એ જોઈશુ. સાથે એનો અર્થ, પરીચય, કલાઓનો ઉલ્લેખ, મહત્વ વગેરે પણ જોઈશું. દરેક દેશની પોતાની આગવી કલા અને સંસ્કૃતિ હોય છે. સંસ્કૃતિમાંથી કલા જન્મે છે. કલા માત્ર સામાજિક રીતે જ નહિ પરંતુ આર્થિક રીતે પણ માનવીને ઘણું બધું આપે છે. ઘણા લોકો માટે કલા એ એમની રોજીરોટી હોય છે , એનાથી ઘર ચલાવતા હોય છે. જ્યાં સુધી આ સૃષ્ટિ રહેશે ત્યાં સુધી કલા યથાવત રહેશે.

કલાની 64 કળા │64 Types of Art

ભારતીય કળા અને સંસ્કૃતિનો જોટો જગતભરમાં જોવો મુશ્કેલ છે. કલાઓનું મહત્વ છેક આદ્ય ઈતિહાસકાળથી એટલે કે હડપ્પા અને મોહેં-જો-દડોની સંસ્કૃતિના સમયથી આપણે ત્યાં સ્વીકારાતુ આવ્યુ છે. અત્યારના મોડર્નયુગમાં કલાના પ્રતાપે ઘણી મહાન પ્રતિભાઓએ પોતાનું સ્થાન જમાવ્યુ છે અને પોતાના જીવનને સફળ બનાવ્યુ છે. આ કલાઓએ પ્રાચીનકાળથી માનવજીવનને આનંદ, ઉલ્લાસ અને તાજગીથી લીલુછમ રાખ્યુ છે. ભગવાને દરેક મનુષ્યમાં કોઈકને કોઈક કલા ઉમેરી જ હોય છે, બસ માત્ર એને ઓળખવાની જરૂર છે. તો ચાલો આ 64 કલાઓનો સીલસીલો શરૂ કરીએ.

પરીચય:- કલા એટલે સામાન્ય રીતે આપણે એવું માનતા હોઈએ છીએ કે કોઈ આવડત, કૌશલ્ય. કલા શબ્દના આઠ વિવિધ અર્થો પૈકી એક અર્થ અદ્દભુત શક્તિ એવો થાય છે. આમ તો કલા શબ્દ માટે ઘણા વિશેષજ્ઞોએ તેમજ હસ્તીઓએ વ્યાખ્યા કરી છે, પણ હજુ સુધી એની સચોટ વ્યાખ્યા નથી મળી. કેમ કે બધાના આ બાબત અંગે અલગ-અલગ મંતવ્ય હોય છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કલા વિશે કહેલું કે, કલા દ્વારા મનુષ્ય પોતાના ભાવોની અભિવ્યક્તિ કરે છે, જ્યારે ટોલ્સટોયે કહેલું કે, કલા એ આપણા ભાવોની ક્રિયાને  ચિત્રમાં, નૃત્યમાં, સંગીતમાં, મૂર્તિ વગેરે માં અભિવ્યક્ત કરવાની ક્રિયા છે. કલા દ્વારા વ્યક્તિ પોતાના વિચારો, લાગણીઓ, વગેરે વ્યક્ત કરે છે પછી એ કોઇ પણ રૂપમાં હોય શકે, જેમ કે, નાટક, કવિતા, સંગીત, ચિત્ર, યુદ્ધ, વગેરે. આમાં નિયમોની કોઈ સીમા નથી હોતી કે નથી હોતુ કોઈ બંધન. કલા માણસના જીવનમાં એક અલગ જ ઊર્જા આપે છે.

ઉલ્લેખ :- કલા શબ્દનો સૌથી પ્રાચીન ઉલ્લેખ ઋગ્વેદમાં થયો છે. ઉપનિષદમાં પણ આ શબ્દ વારંવાર પ્રયોજાયો છે. આજે નાગરિક જીવનમાંથી લુપ્ત થઈ ગયેલી 64 કલાઓનું વર્ણન, સૌપ્રથમવાર યજુર્વેદના 30 મા અધ્યાય સુધી પહોંચે છે. આ વેદકાલીન કલા પરંપરાનું વિવિધ સાંસ્કૃતિક સામગ્રીથી ભરપૂર એવા શ્રીમદ્દ ભાગવત, વાયુ, વિષ્ણુધર્મોત્તર, માર્કન્ડેય, અગ્નિ અને મત્સ્યપુરાણ વગેરેમાં વર્ણન કરવામાં આવ્યુ છે. આ પુરાણ કલાની વાત કરતા કહે છે કે,  “જેમ પક્ષીઓમાં ગરૂડ શ્રેષ્ઠ, મનુષ્યોમાં રાજા શ્રેષ્ઠ, ફળોમાં કેરી શ્રેષ્ઠ એમ બધી કલાઓમાં ચિત્રકલા શ્રેષ્ઠ છે.” ડૉ. ચીનુભાઈ નાયક નોંધે છે કે, ભાગવતપુરાણમાં 64 કલાનો ઉલ્લેખ છે, પરંતુ તેનું વર્ણન કરવામાં આવ્યુ નથી. પુરાણના 10 મા પ્રકરણમાં કૃષ્ણ અને બલરામ બંને ભાઈઓએ 64 દિવસમાં 64 કલાઓ પ્રાપ્ત કર્યા હોવાનો ઉલ્લેખ છે. બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં પણ કલાનો વખતોવખત ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આ અગાઉના આપણા મહાકાવ્યો : રામાયણ, મહાભારતમાં અનેક ઠેકાણે કલાના ઉલ્લેખો જોવા મળે છે. રામાયણના અયોધ્યાકાંડમાં ઉદાસ ભરતને પ્રસન્ન કરવા માટે તેના મિત્રો ગીત, વાદ્ય, નૃત્ય અને નાટ્યનું આયોજન કરે છે. મહાભારતમાં ચિત્રસેન પાસેથી અર્જુને નૃત્ય અને ગાનવિદ્યા પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ છે. સંસ્કૃત સાહિત્યમાં કવિઓ અને નાટ્યકારોએ પોતાની કૃતિઓમાં અનેક કલાઓનો ઉલ્લેખ કર્યો છે. કવિ ભાસ, મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, શુદ્રક વગેરે કવિઓએ પોતાના પાત્રને ગીત, વાદ્ય, નૃત્ય અને ચિત્ર એ પૈકીની કોઈ એક અથવા બધીય કલામાં નિપૂણ બતાવ્યા છે.

પ્રકારો :- 64 કલાઓની વિભાવના ભારતમાં ક્યારથી શરૂ થઈ એ સંશોધનનો વિષય છે. આપણા પ્રાચીન ગ્રંથો અને પુરાણો ઉપરાંત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, શુક્રનીતિસાર, શિલ્પસંહિતા, વસ્તુરત્નકોશ, પૃથ્વીચંદ ચરિત્ર, પાણિનીનું વ્યાકરણ, શુક્રાચાર્ય રચિત ”નીતિસાર ગ્રંથ” અને વાત્સાયનના “કામસૂત્ર” ગ્રંથમાં 64 કલાઓના પ્રકારો જોવા મળે છે. જૈન શાસ્ત્રમાં 72 અને બૌદ્ધશાસ્ત્રમાં 84 કલાના પ્રકારો જોવા મળે છે. આ કલાઓ હુન્નર અને કસબના સંદર્ભમાં જુદી જુદી રીતે જોવામાં આવે છે. જેમ કે, વાણિયાની – 64, સ્ત્રીની – 52, વેશ્યાની – 64, ગણિકાની – 36, કાયસ્થની – 16, દરિદ્રની – 12, જુગારીની – 16, મદની – 32, ગવૈયાની – 12, કામીની – 64, દીવાનની – 16, ધૂતારાની – 64, ગૃહસ્થ – 25, યોગની – 23, ધર્મની – 64 અને ચંદ્રની – 16 છે.

64 કલાઓના પ્રકાર નીચે મુજબ છે : 

 1.  ગાયન : ગીત ગાવાની કલા.
 2.  વાદ્ય : સંગીત વાદ્ય વગાડવાની કલા.
 3.  નૃત્ય : નૃત્ય (ડાન્સ) કરવાની કલા.
 4.  નાટ્ય : અભિનય/નાટક કરવાની કલા.
 5.  ચિત્રકલા : વિવિધ ચિત્રો દોરવાની કલા.
 6.  વિશેષ કચ્છેધ : કોસ્મેટીક્સ તેમજ બીજા રંગોથી ચહેરા અને શરીર રંગવાની કલા.  (કથકલી નૃત્યના કલાકારોના ચહેરા પર કરવામાં આવતો રંગ)
 7.  તાંદુલ કુસુમબલિ વિકાર : ચોખા તેમજ ફુલો વડે ચિત્રો ઉપસાવવાની કલા.
 8.  પુષ્પસ્તરન : શય્યા પર ફૂલોનું સ્તર પાથરવા માટે ફૂલો બનાવવાની કલા.
 9.  દશવાસનાંગ રાગ  : દાંત તથા કપડા સાફ કરવાની કલા.
 10.  મણિભૂમિકા કર્મ : ઘરેણાનો બેઝ (પાયો) બનાવવાની કલા.
 11.  શયન રચના : ફુલો તેમજ રજાઈ વડે શય્યા (પથારી) સજાવવાની કલા.
 12.  ઉદક વાદ્ય : પાણીમાંથી સંગીત ઉપજાવવાની કલા.
 13.  ઉદક ઘાતા : પાણી છલકાવવાની કલા.
 14.  ચિત્રયોગ : રંગોના મિશ્રણને વ્યવહારીક રીતે લાગુ કરવાની કલા.
 15.  માલ્યાગ્રંથ વિકલ્પ : ફૂલના હાર, વેણી, ચાદર, વાડી બનાવવાની  કલા.
 16.  કેશ ગૂંફન : માથાના વાળની હેર સ્ટાઈલ બનાવવાની કલા.
 17.  નેપથ્યયોગ : ટાઈરીંગ (થાકેલા) રૂમમાં ડ્રેસીંગ થવાની કલા.
 18.  કર્ણપત્ર ભંગ : કાન વિંધવાની/સુશોભિત કરવાની કલા.
 19.  સુગંધયુક્તિ : વિવિધ પ્રકારના સુગંધીત તેલ, અત્તર અને અર્ક બનાવવાની કલા.
 20. ભૂષણ આયોજન : વિવિધ જાતના ઘરેણા બનાવવાની કલા.
 21.  ઈન્દ્રજાળ :  જાદુગરી કલા. (Hypnotize)  
 22. હસ્તલાઘવ :  હાથ વડે શસ્ત્રો, કલમ તેમજ બીજી વસ્તુઓ ચલાવવાની કલા.
 23.  ચિત્ર શબ્દપપ ભક્ષયી વિક્ર ક્રિયા : કચુંબર, બ્રેડ, કેક વગેરે જેવા સ્વાદિષ્ટ વ્યંજન બનાવવાની ક્રિયા. (પાકશાસ્ત્ર)
 24. પનાકા રાગ – રાગસ્વ યોજના : સ્વાદિષ્ટ પીણુ તેમજ નશાવાળી વસ્તુઓ બનાવવાની કલા.
 25.  સુચિકા કર્મ : સિવણ સીવવાની કલા.
 26. સુત્રકર્મ : રંગબેરંગી દોરીઓ વડે ભરત કામ કરવાની કલા.
 27.  વિણા-ડમરૂ વાદન :  તંતુ વાદ્ય (વિણા) અને નાના ડ્રમ (ડમરૂ) વગાડવાની કલા.
 28. પ્રહેલિકા : કોયડાઓ બનાવવાની અને ઉકેલ કરવાની કલા.
 29. પ્રતિમાલા : કુશળતા અને સ્મૃતિ માટે વિવિધ ગીતો (ભજન, શ્લોકો વગેરે)ની અંતાક્ષરી કે અનકડી રમવાની કલા.
 30.  દુર્વચક યોગ :  ભાષાનો અભ્યાસ (જે બીજા સમજી ન શકે ) કરવાની કલા. (code language)
 31.  પુસ્તક વાંચન : પુસ્તકોનો પાઠ કરવાની કલા.
 32.  નાટક – આખ્યાયિકા દર્શન : ટૂંકા નાટકો અને કથાઓ બતાવવાની કલા.
 33.  કાવ્ય સમસ્યાપૂર્તિ : કાવ્યોના છંદો ભેદવાની કલા.
 34. પટ્ટિકા વેત્ર  – બાણ વિકલ્પ  : ઢાલ, બાણ બનાવવાની કલા. (શેરડીના પાન વેતરીને)
 35.  તુર્કકર્મ : કાંતવાની કલા. (ચરખા દ્વારા ગોળ ફેરવીને)
 36.  તક્ષણ : સુથારીકામની કલા. (લાકડાના વાસણો, ઓજારો, રમકડા, ફર્નીચર બનાવવા)
 37.  વાસ્તુ વિદ્યા : મહેલો, મંદિરો, ઈમારતો, મકાન, કિલ્લાઓ, ગુપ્ત ભોંયરા બનાવવાની કલા.
 38.  રત્ન પરીક્ષા : સોનું – ચાંદી પારખવાની કલા. (ઘરેણા બનાવવા માટે)
 39.  ધાતુકર્મ : ધાતુ ગાળવાની કલા.
 40. મણિરાગ જ્ઞાન : ઘરેણા / રત્નો પર પડ ચડાવવા તેમજ રંગવાની કલા.
 41.  આકરજ્ઞાન : ભૂમી – જમીન પારખવાની કલા.
 42. વૃક્ષ – આયુર્વેદ યોગ : આયુર્વેદની જડીબુટ્ટીઓથી ઔષધીઓ બનાવવાની કલા.
 43. મેષ , કુક્કુટ, લાવક યુદ્ધ વિધી : ઘેટા, કુકડા, તેતર વગેરેની લડવાની (દ્વંદ) ની કલા. (પશુ પરીક્ષા)
 44. શુક્રસારિકા પ્રલાપન : મેના, પોપટને બોલતા શીખવવુ, કબુતરને સંદેશાવાહક બનાવતા શીખવવાની કલા.
 45. ઉત્સાદન કલા : અત્તરથી વ્યક્તિની સાજા તેમજ કરવાની કલા.
 46. કેશમર્જન કૌશલ : વાળ ઓળાવવાની કલા.
 47. અક્ષરમુષ્ટિક કથન : હાથની આંગળીઓના ટેરવા વડે શબ્દો બનાવી વાતો કરવાની કલા.
 48. મલેચ્છદ કલા-વિકલ્પ :  પરદેશની બનાવટી વસ્તુઓ બનાવવાની કલા.
 49. સ્વદેશી ભાષાજ્ઞાન : પ્રાંતીય ભાષા/બોલીઓ જાણવાની કલા.
 50.  પુષ્પશક્તિ નિમિત્ત જ્ઞાન : સ્વર્ગીય અવાજ દ્વારા આગાહી જાણવાની કલા અથવા ફૂલોની સજાવેલી ગાડી તૈયાર કરવાની કલા. (શુકન કલા)
 51.  યંત્રમંત્રક : ગુપ્ત યંત્રો બનાવવાની કલા.
 52.  ધારણ માતૃકા : તાવીજનો ઉપયોગ કરવાની કલા.
 53.  સમવાચ્ય : વાતચીત કરવાની કલા.
 54. માનસી કાવ્ય : શીઘ્ર કવિતા રચવાની કલા.
 55.  ક્રિયા વિકલ્પ : કોઈ સાહિત્યિક કાર્ય કે તબીબી ઉપાય (ઝેર પારખવા)ની કલા.
 56.  છલિત યોગ : છેતરવાની , ચોર પકડવાની કલા.
 57.  અભિધાન કોશ – છંદજ્ઞાન : સાંકેતિક ભાષા સમજવાની કલા .
 58.  વસ્ત્રગોપન : વેશભુષાની કલા.
 59.  દ્યુત વિશેષ : જુગાર, શતરંજ જેવી દ્યુત રમતો જાણવાની કલા.
 60. આકર્ષણ ક્રીડા : પાસા અને ચુંબક સાથે રમવાની કલા.
 61.  બાળક્રીડા કર્મ : બાળકોના રમકડાનો ઉપયોગ કરીને તેને જ્ઞાન આપવાની કલા. (Kinder garden)
 62. વૈનાયિકી કલા : જાદુગરની હિકમત (ચાલ) સમજવાની કલા.
 63.  કૃષિ કલા : ખેતી અંગેના જ્ઞાનની કલા.
 64. વૈતાનિક વિદ્યા : ધૂપ, દાણા વગેરેથી માનસિક અસ્થિરતા દૂર કરવાની કલા.

મહત્વ :-  કલા માત્ર શોખ પૂરતી જ મર્યાદીત નથી હોતી પરંતુ એ આજીવિકાનું સાધન પણ હોય છે. અને કલા ક્યાંય શીખવા નથી જવી પડતી, એ તો વારસામાં આવે છે એવું કહેવામાં આવે છે. એ વંશ-પરમ્પરાગત હોય છે, એક પેઢી એની બીજી પેઢીને વારસામાં આપે છે. અને આ સિલસિલો આમ ને આમ ચાલતો રહે છે. કલા પરિવર્તનશીલ છે, યુગોના યુગો પસાર થઈ જાય પણ એ ક્યારેય જૂની થતી નથી. કલાનું સ્વરૂપ બદલાય છે જેમ કે, પહેલા શાસ્ત્રીય સંગીતના વાદ્યોનો ઉપયોગ પહેલા શાસ્ત્રીય ગીતોમાં જ થતો હતો, પરંતુ હવે મોડર્ન સોંગમાં પણ તેનો ઉપયોગ થાય છે. જૂની ગામઠી ભરતકલા હવે મોડર્ન વસ્ત્રોમાં જોવા મળે છે વગેરે. આપણે ત્યાં સંગીતના સરસ્વતી લત્તા મંગેશકર(ગાયન), અમિતાભ બચ્ચન (અભિનય), બૈજુ બાવરા (શાસ્ત્રીય ગાયક), હરિપ્રસાદ ચૌરસિયા(વાંસળી વાદક), જયશંકર સુંદરી (નાટક), તાનારીરી (મલ્હાર રાગ), મિનાક્ષી રાઘવન (કલરીપયટ્ટુ યુદ્ધકલાના કોચ), ધ્યાનચંદ (હોકી પ્લેયર), નાગાર્જૂન (ઔષધી ક્ષેત્ર), વિશ્વનાથ આનંદ (વિશ્વ વિજેતા ચેસ પ્લેયર), ડૉ. વિક્રમ સારાભાઈ (વૈજ્ઞાનિક), રોકેટ એન્જિનીયર તરીકે ઓળખાતા ટીપુ સુલતાન , શકુંતલા દેવી (હ્યુમન કેલ્ક્યુલેટર)  વગેરે જેવી અનેક મહાન હસ્તીઓએ પોતાની અનોખી કલા દ્વારા દેશવિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે.          

તો આ હતા કલાના 64 પ્રકારો. કલાને આધારે વ્યક્તિ કલાકાર બને છે. કલા આપણી ઓળખ, આજીવિકાનું સાધન, વ્યક્તિત્વ, સાથી છે. સાથી એટલા માટે કે તમારી પાસે જો કોઈ કલા હોય,તો તમે ક્યારેક એકલા નથી હોતા, જેમ કે, સંગીત વાદક boar થતો હોય તો એ એનું વાદ્ય વગાડવા માંડે છે, જેથી કરીને એનો કંટાળો દૂર થાય અને એને આનંદ થાય. તો તમારામાં રહેલી કલાને ઓળખો અને એને દુનિયા સમક્ષ બહાર લાવો. કેમ કે તમારામાં રહેલી આવડતની નકલ કોઈ જ નહી કરી શકે.

64 types of art in india │ 64 types of art in gujarati │ 64 types of ancient arts │ types of ancient Indian art │ different types of Indian art │ various types of Indian art │ types of Indian folk art | kala ke prakar | kala kitne prakar ki hoti hein | kala na prakaro |  kala ke prakar in gujarati | Types of arts in gujarati | kala ke prakar ke bare mein | Kala ke bare mein jankari | Kala ni jankari | kala vishe ni mahiti | about arts | about different types of art |  drishya kala ke prakar | significance of art | meaning and definition of art | List of Arts | lalit kala | lok kala | hasta kala | kala

By vish_info

Gujju blogger. Columnist at SVV Gujarati magazine. Write an article under the 'Atlu Jano' column.