Design a site like this with WordPress.com
Get started

Baby Mine Song | Dumbo Disney

આજે આપણે વાત કરવાની છે એક એવા ગીતની જે હાલરડાંનાં સ્વરૂપમાં એક અમેરિકન એનિમેટેડ મુવીમાં ગાવામાં આવ્યુ હતું. આ ગીત એક ફિમેલ હાથી અને તેના બચ્ચાને લગતું છે. આ ગીત વોલ્ટ ડિઝની કૃત  “ડમ્બો” નામની એનિમેટેડ મુવીમાં ગાવામાં આવ્યુ હતું.  આ ગીત વિશે મોટા ભાગનાં લોકો અજાણ જ હશે. હાલરડાં સ્વરૂપનું આ ગીત મા-દીકરાનાં પ્રેમ, માની મમતા પર આધારિત ગીત છે જેમાં હાથી તેનાં બચ્ચાને પોતાની સૂંઢમાં હિંચકાની માફક ઝુલાવે છે અને સાથે સાથે ત્યાં સ્થિત અન્ય પ્રાણીઓ પણ આ ગીતનો આનંદ લે છે. તો આજે આપણે વાત કરવાની છે – ડમ્બો મુવીનાં Baby mine  (બેબી માઈન)  ગીત અને તેનાં ભાવાર્થ વિશે તેમજ ડમ્બો વિશે.

Baby Mine Song | Dumbo Disney

Dumbo મુવી વર્ષ – 1941 માં વોલ્ટ ડિઝની દ્વારા બનાવવામા આવેલ એક અમેરિકન એનિમેશન મુવી છે, જેમાં સર્કસમાં ખેલ બતાવતાં માદા હાથી અને તેનાં મોટા કાન વાળાં બચ્ચાની કહાની છે. આ મુવી 1941 માં RKO Radio Pictures દ્વારા કાર્ટૂનનાં સ્વરૂપમાં રીલીઝ કરવામાં આવી હતી, તેમજ વર્ષ – ૨૦૧૯ માં એનિમેશનનાં 3D  સ્વરૂપમાં રીલીઝ થઈ હતી. આ મુવીમાં Mrs. Jumbo નામની ફિમેલ એલીફન્ટ અને Dumbo નામનું બેબી એલીફન્ટ બન્ને મા-દીકરો કેંદ્રસ્થાને છે.

પહેલા થોડુક વાર્તા વિશે જાણી લઈએ. Mrs. Jumbo સહિતનાં અન્ય પ્રાણીઓ સર્કસમાં ખેલ બતાવતા હોય છે. Dumbo નો જન્મ પણ એક સર્કસનાં તમ્બુમાં જ થાય છે. Dumbo નાં કાન મોટા હોવાને લીધે આજુબાજુનાં પ્રાણીઓ તેમજ સર્કસમાં જોવા આવનારા લોકો તેના કાન ખેંચીને તેનું બહુ જ મજાક ઉડાવે છે, ચીડવે છે. Mrs. Jumbo થી આ જોવાતું નથી અને એ રોષે ભરાઈને સર્કસમાં અફરાતફરી મચાવી દે છે, તમ્બુ તોડી નાખે છે, Dumbo નું મજાક ઉડાવનારને પોતાની સૂંઢથી પકડીને પછાડે છે વગેરે. આ દ્રશ્ય જોઈને સર્કસનો માલિક ગુસ્સે થઈને Mrs. Jumbo ને બાંધીને એક વેગનમાં બંધ કરી દે છે. એની હરકતો જોઈને એવું લાગ્યુ કે ફિમેલ એલીફન્ટ પાગલ થઈ ગઈ છે એ જાણીને Mrs. Jumbo નાં વેગનની ઉપર – Mad Elephant, Danger વગેરેનાં બોર્ડ લગાવી દે છે જેથી કરીને કોઈ એની પાસે ન આવે, ખુદ Dumbo ને પણ એનાથી અલગ કરી દેવામાં આવે છે.  Dumbo ને પણ એકલા એકલા જ સર્કસમાં શો કરવો પડે છે, જેમાં એના મોટા કાન બાંધીને એને ઉચાઈએથી નીચે પાણીના ટબમાં કૂદવાનું કહેવામાં આવે છે. આ વખતે અધવચ્ચેથી જ એના બન્ને કાન પર બાંધેલી પટ્ટી છૂટી જાય છે અને એ પાણીમાં કૂદે તો છે પરંતુ ઘોર મજાકનું પાત્ર બને છે. આ ખેલમાં તેની સાથે એક નાનો ઉંદર પણ હોય છે, જે તેનો પાક્કો દોસ્ત બની જાય છે. શો માં મજાકનું પાત્ર બની ગયા બાદ Dumbo રાત્રે બહુ જ ઉદાસ થઈને બેઠો હોય છે અને તેની મા ને મિસ કરતો હોય છે. રાતનાં સમયે મા ની વધારે તે તેનાં મિત્ર સાથે Mrs. Jumbo જ્યાં હોય છે ત્યાં પહોંચી જાય છે. Dumbo જેવો મા પાસે જાય છે ત્યારે Mrs. Jumbo તરત જ એ ડબ્બાની જાળીમાંથી એની સૂંઢ કાઢે છે અને એ સૂંઢ વડે દીકરા Dumbo ને વહાલ કરે છે ( સૂંઢ Dumbo નાં માથાપર ફેરવે છે).  માતાની વહાલરૂપી સૂંઢ માથા પર ફરતા જ Dumbo એની આંખનાં આંસુ સૂંઢ વડે લૂછી નાખે છે અને માતાની સૂંઢ પર બેસી જાય છે અને Mrs. Jumbo ની સૂંઢ પર બેસીને ઝુલે છે. Mrs. Jumbo પોતાની સૂંઢ હિંચકાની જેમ ચલાવે છે જેમાં Dumbo આનંદથી ઝુલે છે અને હાલરડા રૂપી એક ગીત શરૂ થાય છે અને તેનો આનંદ ત્યાં સ્થિત તમામ પ્રાણીઓ અને તેના બચ્ચાઓ લે છે.

ગીતનું નામ છે Baby Mine :

Baby mine, don’t you cry
Baby mine, dry your eyes
Rest your head close to my heart
Never to part, baby of mine

Little one when you play
Don’t you mind what they say
Let those eyes sparkle and shine
Never a tear, baby of mine

If they knew sweet little you
They’d end up loving you too
All those same people who scold you
What they’d give just for

The right to hold you
From your head to your toes
You’re so sweet, goodness knows
You are so precious to me
Sweet as can be, baby of mine

ઉપરોક્ત ગીતનો ભાવાર્થ કંઈક આ મુજબ છે :

પહેલી પંક્તિમાં Mrs. Jumbo એના દીકરા Dumbo ને કહે છે કે – દીકરા મારા રો મા, દીકરા મારા આંસુ લુછી નાખ. તારા માથાને મારા હ્રદયની નજીક મુકી દે. મારાથી અલગ થા માં, દીકરા મારા.

બીજી પંક્તિ કંઈક આ મુજબનું કહે  છે – નાનેરા જ્યારે તુ રમતો હોય ત્યારે લોકો શું કહે છે એની પરવાહ ન કર / મનમાં ન લે. તારી આંખોને ચમકવા અને પ્રકાશવા દે. રો મા, દીકરા મારા.

ત્રીજી પંક્તિ કહે છે – જે લોકો તારા મોટા કાન વિશે જાણે છે, એનું મજાક બનાવે છે, અંતમાં તેઓ તને પ્રેમ જ કરશે. જે લોકો તને ચીડવે છે / ખીજાય છે એ લોકો માત્ર તને આગળ ન વધવા દેવા માટે પકડી રાખે છે.

અને છેલ્લી ચોથી પંક્તિ કહે છે કે તું માત્ર પગથી છેક માથા સુધીનો જ નથી (પગથી માથા સુધી સીમિત નથી) પરંતુ એનાથી પણ કંઈક સ્પેશિયલ છે જે ભગવાન પણ જાણે છે. પરંતુ મારી માટે તું મારી અણમોલ અમાનત છે, એક સ્વીટની જેમ દીકરા મારા.

ઉપરોક્ત હાલરડા સમાન ગીત પરથી જાણવા મળ્યું કે એક મા માટે એનું સંતાન બહુ જ સ્પેશિયલ હોય છે, પછી એ માણસ હોય તો ભલે અને પ્રાણી હોય પણ ભલે. પોતાનું સંતાન ખામી વાળું હોય તો પણ મા ની મમતામાં કે વહાલ કરવામાં ક્યારેય ઓછપ નથી આવતી. દુનિયા ભલે એના સંતાનને ગમે તે કહે પણ એના માટે તો એનું સંતાન અણમોલ જ હોય છે. પોતાના સંતાનને દુનિયાનાં મજાકથી બચાવવા માટે પોતે આખી દુનિયા સામે લડીને, ખુદ પાગલ પણ બની જાય છે જે આ ગીતમાં જોવા મળ્યું. મા એના દીકરાને સાંત્વના આપે છે કે દુનિયા ભલે જે કહે તે પણ તું મારા માટે ખાસ જ છો જે ભગવાન પણ જાણે છે એટલે રોવાનું બંધ કર – આંસુ લૂછી નાખ. અત્યાર સુધી મા ને  લગતા ઘણા ગીતો, કવિતાઓ સાંભળ્યા હશે, પરંતુ આ ગીત પ્રાણીઓમાં રહેલાં માતૃત્વને એક અલગ જ શૈલીથી એ પણ એનિમેશનનાં સ્વરૂપમાં દર્શાવ્યું છે.

તો આ વાત હતી – બેબી માઈન ગીતની. એક એવું હ્રદયસ્પર્શી અને મા ની મમતા વરસાવતું ગીત કે વાંચ્યા પછી તો આપણી આંખો સહેજ ભીની થઈ જ જાય છે, મારી આંખોમાં પણ આ ગીત વિશે લખતા લખતા આંસુઓ આવી ગયા હતા. આ ગીત અમેરિકન ઓરા સ્ટાઈલમાં ગવાયું હોવાથી સાંભળવામાં નહીં સમજાય પરંતુ તેના શબ્દો તેમજ એ ગીત દર્શાવતા વિડીયોમાં તરત સમજાય જશે.

Click on the below mentioned link to watch a video of “Baby Mine” song :-

dumbo | dumbo disney | baby mine song | baby mine dumbo | walt disney | animation movie | american movie | children movie | dumbo cartoon | animated movie | dumbo movie |dumbo cartoon | kids movie | lullaby | poem | song | hollywood | blog | blogging | blogging community | blogger | literature | entertainment | famous cartoon movie | disney cartoon movie | blogger girl | blogger life | gujarati blog | gujarati blogger | interesting blog | motherhood | mother’s love | blog on motherhood | blog on baby mine song | informative | wordpress | wordpress website | wordpress blog

Advertisement

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Website Powered by WordPress.com.

Up ↑

%d bloggers like this: