ગુજરાત સ્થાપના દિવસ | Gujarat Foundation Day

ગુજરાત સ્થાપના દિવસની શુભકામનાઓ….

“ધન્ય ધન્ય ગુજરાત અમારું,

ધન્ય ધન્ય ભાગ્ય અમારા.”

એક ગુજરાતી તરીકે જન્મ લીધો એ જ ગૌરવવંતુ છે, અને જો કદાચ બીજો જન્મ મળે તો ગુજરાતી તરીકે જ જન્મ લેવો છે.

ચંદ્રકાંત બક્ષીનું એક વાક્ય છે કે “આ ધરતી પર માત્ર  બે જ પ્રજાતિ વસે છે- એક ગુજરાતી અને બીજી નોન ગુજરાતી.”

• ગુજરાતી કરકસર અને કંજુસાઈની પાતળી ભેદ રેખા પર જીવનારી પ્રજા છે.

• છાશ અને અથાણા વગર ગુજરાતી ભોજન અધૂરું છે.

• આપણે લોકો બિસલેરીની બોટલ, શ્રીખંડ- કેરી રસના ડબ્બા, પ્લાસ્ટીક કોથળીઓ- આ બધુ ફેંકી નથી દેતા.

• ગુજરાત બહાર ફરવા જઈએ એટલે ત્યાં પણ ગુજરાતી થાળી જ ગોતીયે.

• આપણે ત્યાં બોલાતુ અંગ્રેજી- ગુજલીશ અથવા ગુજરેજી છે. ગુજરાતી લયમાં અંગ્રેજી બોલીએ છીએ. ઉદાહરણ- સોરી હો…. થેંક્યુ હો… 

• બહાર ગામ કે પિકનીકમાં જઈએ ત્યારે, નાસ્તામાં થેપલા લઈ જવા એ આપણી પરંપરા છે.

• જેટલા રૂપીયા કમાતા આવડે છે એટલા વાપરતા પણ આવડે છે.

• ગમે તેટલો મોંઘો મોબાઇલ હોય, પણ એનુ કવર તો સસ્તુ જ લેવાનું.

• રાસ – ગરબા વગર પ્રસંગ અધૂરો છે.

• આપણા ગરબા કોઈ પણ બોલીવુડ ગીત જોડે ફીટ થઈ જાય છે.

• ગરબા એ ગુજરાતી સ્ત્રી માટે પોતાનું સ્ત્રીપણુ દર્શાવવાનું માધ્યમ છે. ગરબા રમતી વખતે એ કોઈ મા, બહેન, પત્ની કે દીકરી નથી હોતી તે ફક્ત સ્ત્રી હોય છે. જે શોળ શણગાર સજી મા જગદંબાની જેમ હોય છે. 

– વિશાખા મોઠિયા

Gujarat Foundation Day | Gujarat | Gujarati | Gujju | Gujarat Sthapna Divas | Proud Gujarati | Gujarati Writer | Gujarati people | blog | blogging | WordPress blog | WordPress blogger | reading | writing community | blogging community

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Website Powered by WordPress.com.

Up ↑

Create your website with WordPress.com
Get started
%d bloggers like this: