Categories
article blog Famous Personality literature world famous

Baby Mine Song | Dumbo Disney

આજે આપણે વાત કરવાની છે એક એવા ગીતની જે હાલરડાંનાં સ્વરૂપમાં એક અમેરિકન એનિમેટેડ મુવીમાં ગાવામાં આવ્યુ હતું. આ ગીત એક ફિમેલ હાથી અને તેના બચ્ચાને લગતું છે. આ ગીત વોલ્ટ ડિઝની કૃત  “ડમ્બો” નામની એનિમેટેડ મુવીમાં ગાવામાં આવ્યુ હતું.  આ ગીત વિશે મોટા ભાગનાં લોકો અજાણ જ હશે. હાલરડાં સ્વરૂપનું આ ગીત મા-દીકરાનાં પ્રેમ, માની મમતા પર આધારિત ગીત છે જેમાં હાથી તેનાં બચ્ચાને પોતાની સૂંઢમાં હિંચકાની માફક ઝુલાવે છે અને સાથે સાથે ત્યાં સ્થિત અન્ય પ્રાણીઓ પણ આ ગીતનો આનંદ લે છે. તો આજે આપણે વાત કરવાની છે – ડમ્બો મુવીનાં Baby mine  (બેબી માઈન)  ગીત અને તેનાં ભાવાર્થ વિશે તેમજ ડમ્બો વિશે.

Baby Mine Song | Dumbo Disney

Dumbo મુવી વર્ષ – 1941 માં વોલ્ટ ડિઝની દ્વારા બનાવવામા આવેલ એક અમેરિકન એનિમેશન મુવી છે, જેમાં સર્કસમાં ખેલ બતાવતાં માદા હાથી અને તેનાં મોટા કાન વાળાં બચ્ચાની કહાની છે. આ મુવી 1941 માં RKO Radio Pictures દ્વારા કાર્ટૂનનાં સ્વરૂપમાં રીલીઝ કરવામાં આવી હતી, તેમજ વર્ષ – ૨૦૧૯ માં એનિમેશનનાં 3D  સ્વરૂપમાં રીલીઝ થઈ હતી. આ મુવીમાં Mrs. Jumbo નામની ફિમેલ એલીફન્ટ અને Dumbo નામનું બેબી એલીફન્ટ બન્ને મા-દીકરો કેંદ્રસ્થાને છે.

પહેલા થોડુક વાર્તા વિશે જાણી લઈએ. Mrs. Jumbo સહિતનાં અન્ય પ્રાણીઓ સર્કસમાં ખેલ બતાવતા હોય છે. Dumbo નો જન્મ પણ એક સર્કસનાં તમ્બુમાં જ થાય છે. Dumbo નાં કાન મોટા હોવાને લીધે આજુબાજુનાં પ્રાણીઓ તેમજ સર્કસમાં જોવા આવનારા લોકો તેના કાન ખેંચીને તેનું બહુ જ મજાક ઉડાવે છે, ચીડવે છે. Mrs. Jumbo થી આ જોવાતું નથી અને એ રોષે ભરાઈને સર્કસમાં અફરાતફરી મચાવી દે છે, તમ્બુ તોડી નાખે છે, Dumbo નું મજાક ઉડાવનારને પોતાની સૂંઢથી પકડીને પછાડે છે વગેરે. આ દ્રશ્ય જોઈને સર્કસનો માલિક ગુસ્સે થઈને Mrs. Jumbo ને બાંધીને એક વેગનમાં બંધ કરી દે છે. એની હરકતો જોઈને એવું લાગ્યુ કે ફિમેલ એલીફન્ટ પાગલ થઈ ગઈ છે એ જાણીને Mrs. Jumbo નાં વેગનની ઉપર – Mad Elephant, Danger વગેરેનાં બોર્ડ લગાવી દે છે જેથી કરીને કોઈ એની પાસે ન આવે, ખુદ Dumbo ને પણ એનાથી અલગ કરી દેવામાં આવે છે.  Dumbo ને પણ એકલા એકલા જ સર્કસમાં શો કરવો પડે છે, જેમાં એના મોટા કાન બાંધીને એને ઉચાઈએથી નીચે પાણીના ટબમાં કૂદવાનું કહેવામાં આવે છે. આ વખતે અધવચ્ચેથી જ એના બન્ને કાન પર બાંધેલી પટ્ટી છૂટી જાય છે અને એ પાણીમાં કૂદે તો છે પરંતુ ઘોર મજાકનું પાત્ર બને છે. આ ખેલમાં તેની સાથે એક નાનો ઉંદર પણ હોય છે, જે તેનો પાક્કો દોસ્ત બની જાય છે. શો માં મજાકનું પાત્ર બની ગયા બાદ Dumbo રાત્રે બહુ જ ઉદાસ થઈને બેઠો હોય છે અને તેની મા ને મિસ કરતો હોય છે. રાતનાં સમયે મા ની વધારે તે તેનાં મિત્ર સાથે Mrs. Jumbo જ્યાં હોય છે ત્યાં પહોંચી જાય છે. Dumbo જેવો મા પાસે જાય છે ત્યારે Mrs. Jumbo તરત જ એ ડબ્બાની જાળીમાંથી એની સૂંઢ કાઢે છે અને એ સૂંઢ વડે દીકરા Dumbo ને વહાલ કરે છે ( સૂંઢ Dumbo નાં માથાપર ફેરવે છે).  માતાની વહાલરૂપી સૂંઢ માથા પર ફરતા જ Dumbo એની આંખનાં આંસુ સૂંઢ વડે લૂછી નાખે છે અને માતાની સૂંઢ પર બેસી જાય છે અને Mrs. Jumbo ની સૂંઢ પર બેસીને ઝુલે છે. Mrs. Jumbo પોતાની સૂંઢ હિંચકાની જેમ ચલાવે છે જેમાં Dumbo આનંદથી ઝુલે છે અને હાલરડા રૂપી એક ગીત શરૂ થાય છે અને તેનો આનંદ ત્યાં સ્થિત તમામ પ્રાણીઓ અને તેના બચ્ચાઓ લે છે.

ગીતનું નામ છે Baby Mine :

Baby mine, don’t you cry
Baby mine, dry your eyes
Rest your head close to my heart
Never to part, baby of mine

Little one when you play
Don’t you mind what they say
Let those eyes sparkle and shine
Never a tear, baby of mine

If they knew sweet little you
They’d end up loving you too
All those same people who scold you
What they’d give just for

The right to hold you
From your head to your toes
You’re so sweet, goodness knows
You are so precious to me
Sweet as can be, baby of mine

ઉપરોક્ત ગીતનો ભાવાર્થ કંઈક આ મુજબ છે :

પહેલી પંક્તિમાં Mrs. Jumbo એના દીકરા Dumbo ને કહે છે કે – દીકરા મારા રો મા, દીકરા મારા આંસુ લુછી નાખ. તારા માથાને મારા હ્રદયની નજીક મુકી દે. મારાથી અલગ થા માં, દીકરા મારા.

બીજી પંક્તિ કંઈક આ મુજબનું કહે  છે – નાનેરા જ્યારે તુ રમતો હોય ત્યારે લોકો શું કહે છે એની પરવાહ ન કર / મનમાં ન લે. તારી આંખોને ચમકવા અને પ્રકાશવા દે. રો મા, દીકરા મારા.

ત્રીજી પંક્તિ કહે છે – જે લોકો તારા મોટા કાન વિશે જાણે છે, એનું મજાક બનાવે છે, અંતમાં તેઓ તને પ્રેમ જ કરશે. જે લોકો તને ચીડવે છે / ખીજાય છે એ લોકો માત્ર તને આગળ ન વધવા દેવા માટે પકડી રાખે છે.

અને છેલ્લી ચોથી પંક્તિ કહે છે કે તું માત્ર પગથી છેક માથા સુધીનો જ નથી (પગથી માથા સુધી સીમિત નથી) પરંતુ એનાથી પણ કંઈક સ્પેશિયલ છે જે ભગવાન પણ જાણે છે. પરંતુ મારી માટે તું મારી અણમોલ અમાનત છે, એક સ્વીટની જેમ દીકરા મારા.

ઉપરોક્ત હાલરડા સમાન ગીત પરથી જાણવા મળ્યું કે એક મા માટે એનું સંતાન બહુ જ સ્પેશિયલ હોય છે, પછી એ માણસ હોય તો ભલે અને પ્રાણી હોય પણ ભલે. પોતાનું સંતાન ખામી વાળું હોય તો પણ મા ની મમતામાં કે વહાલ કરવામાં ક્યારેય ઓછપ નથી આવતી. દુનિયા ભલે એના સંતાનને ગમે તે કહે પણ એના માટે તો એનું સંતાન અણમોલ જ હોય છે. પોતાના સંતાનને દુનિયાનાં મજાકથી બચાવવા માટે પોતે આખી દુનિયા સામે લડીને, ખુદ પાગલ પણ બની જાય છે જે આ ગીતમાં જોવા મળ્યું. મા એના દીકરાને સાંત્વના આપે છે કે દુનિયા ભલે જે કહે તે પણ તું મારા માટે ખાસ જ છો જે ભગવાન પણ જાણે છે એટલે રોવાનું બંધ કર – આંસુ લૂછી નાખ. અત્યાર સુધી મા ને  લગતા ઘણા ગીતો, કવિતાઓ સાંભળ્યા હશે, પરંતુ આ ગીત પ્રાણીઓમાં રહેલાં માતૃત્વને એક અલગ જ શૈલીથી એ પણ એનિમેશનનાં સ્વરૂપમાં દર્શાવ્યું છે.

તો આ વાત હતી – બેબી માઈન ગીતની. એક એવું હ્રદયસ્પર્શી અને મા ની મમતા વરસાવતું ગીત કે વાંચ્યા પછી તો આપણી આંખો સહેજ ભીની થઈ જ જાય છે, મારી આંખોમાં પણ આ ગીત વિશે લખતા લખતા આંસુઓ આવી ગયા હતા. આ ગીત અમેરિકન ઓરા સ્ટાઈલમાં ગવાયું હોવાથી સાંભળવામાં નહીં સમજાય પરંતુ તેના શબ્દો તેમજ એ ગીત દર્શાવતા વિડીયોમાં તરત સમજાય જશે.

Click on the below mentioned link to watch a video of “Baby Mine” song :-

dumbo | dumbo disney | baby mine song | baby mine dumbo | walt disney | animation movie | american movie | children movie | dumbo cartoon | animated movie | dumbo movie |dumbo cartoon | kids movie | lullaby | poem | song | hollywood | blog | blogging | blogging community | blogger | literature | entertainment | famous cartoon movie | disney cartoon movie | blogger girl | blogger life | gujarati blog | gujarati blogger | interesting blog | motherhood | mother’s love | blog on motherhood | blog on baby mine song | informative | wordpress | wordpress website | wordpress blog

Categories
Art article awards & honour blog educational general knowledge General Knowledge heritage place History India's Famous Informative place destination Study unesco useful

World Heritage Sites | About UNESCO World Heritage Sites

હાલમાં જ ગુજરાતનાં ધોળાવીરાને યુનેસ્કો દ્વારા સંચાલિત વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું, જે ગુજરાત માટે વધુ એક સફળતા છે. તમને ઘણી વાર એવુ થતુ હશે કે આ વર્લ્ડ હેરિટેજ સાઈટમાં જે સ્થળો પસંદ થાય છે તેની પ્રક્રિયા કઈ રીતની હશે ?? એ લોકો કયાં સંદર્ભે જે તે સ્થળોને વૈશ્વિક વિરાસત સ્થળનું નામ આપી દેતા હશે ?? વગેરે.તો આજે આપણી જાણીશું કે શું છે આ વર્લ્ડ હેરિટેજ સાઈટ એટલે કે વૈશ્વિક વિરાસત સ્થળ ? તેની શરૂઆત ક્યારથી થઈ ? તેમાં સ્થળ પસંદગીની પ્રોસેસ શું હોય છે ? તેમજ આપણા ભારત દેશનાં અત્યાર સુધીના વર્લ્ડ હેરિટેજ સાઈટમાં નોંધાયેલ સ્થળો.

World Heritage Sites | About UNESCO World Heritage Sites

પરિચય :- પહેલા આપણે વર્લ્ડ હેરિટેજ સાઈટ વિશે થોડોક પરિચય લઈશું. વર્લ્ડ હેરિટેજ સાઈટ એટલે કે વૈશ્વિક વિરાસત સ્થળ અથવા તો વૈશ્વિક વારસાનું સ્થળ. વર્લ્ડ હેરિટેજ સાઈટ એ યુનેસ્કોનાં વર્લ્ડ હેરિટેજ કમીટી દ્વારા નક્કી કરવામાં આવે છે. અહીં એવું કોઈ સ્થળ / જગ્યા કે જે “outstanding universal  value “ એટલે કે સાર્વત્રિક ઉત્કૃષ્ટ મૂલ્ય ધરાવતી હોય તેને વર્લ્ડ હેરિટેજ કમીટી દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટની સૂચિમાં શામેલ કરવામાં આવે છે. વર્લ્ડ હેરિટેજ સાઈટ એ યુનેસ્કો દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય સંમેલન દવરા કાનૂની સુરક્ષા સાથેનો સિમાચિહ્ન અથવા વિસ્તાર છે. યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટને સાંસ્કૃતિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક અથવા મહત્ત્વનાં અન્ય પ્રકારો માટે નિયુક્તિ કરવામાં આવી છે. આ સાઈટ્સને “વિશ્વ વ્યાપી સાંસ્કૃતિક અને કુદરતી વારસો માનવતા માટેના મૂલ્યવાન માનવામાં આવે છે.”

શરૂઆત :- હવે આપણે જાણીશું. વર્લ્ડ હેરિટેજ સાઈટની શરૂઆત ક્યારે થઈ.

યુનેસ્કોએ વૈશ્વિક સાંસ્કૃતિક અને પ્રાકૃત્તિક ધરોહર સંરક્ષણ વિષયના સંમેલન સાથેની જનરલ કોન્ફરન્સ દ્વારા આવી જગ્યાઓની સુરક્ષા અને જાળવણી કરવાના પ્રયાસ અર્થે 16 નવેમ્બર, 1972 નાં રોજ એક સંધી પર હસ્તાક્ષર કર્યા હતાં; અને 20 દેશો દ્વારા આ સંધીને બહાલી આપવામાં આવી હતી. આ સંમેલન અંતર્ગત વિવિધ દેશોની સરકારે આ સંમેલનને માન્યતા આપી અને યુનેસ્કો દ્વારા જાળવવામાં આવેલી સૂચિમાં શિલાલેખ માટે વર્લ્ડ હેરિટેજ કમિટીમાં યોગ્ય સ્થળોને નોમિનેટ કર્યા.

સ્થળ પસંદગી :-  વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થળ પસંદગીમાં ત્રણ પ્રકાર પડે છે : સાંસ્કૃતિક, પ્રાકૃત્તિક અને મિશ્ર.

સાંસ્કૃતિક ધરોહરનાં સ્થળોમાં સેંકડો ઐતિહાસિક ઈમારતો અને નગર સ્થળો, મહત્ત્વપૂર્ણ પુરાતત્ત્વીય સ્થળો અને સ્મારક શિલ્પ અથવા ચિત્રોનો સમાવેશ થાય છે.

પ્રાકૃત્તિક ધરોહરનાં સ્થળોમાં એવા પ્રાકૃત્તિક વિસ્તારોમાં શામેલ છે જે પૃથ્વી પરનાં જીવનનાં તેમજ તેની ભૂસ્તરીય શાસ્ત્રીય પ્રક્રિયાઓના ઉત્કૃષ્ટ ઉદાહરણો પૂરા પાડતુ હોય, કાર્યરત પર્યાવરણીય અને જૈવિક ઉત્ક્રાંતિ પ્રક્રિયાઓનાં ઉત્તમ ઉદાહરણો પૂરા પાડતુ હોય, એવી કુદરતી ઘટનાઓ જે દુર્લભ, ઉત્કૃષ્ટ અથવા સુંદર હોય, તેમજ જોખમમાં મુકાયેલ પ્રાણીઓ અથવા છોડ માટે નિવાસ સ્થાન સજ્જ કરતુ હોય અથવા અપવાદરૂપ જૈવ વિવિધતાનાં સ્થળો હોય.

મિશ્ર ધરોહર સ્થળોમાં એવા સ્થળોનો સમાવેશ થાય છે જે સાંસ્કૃતિક અને પ્રાકૃત્તિક બન્ને મહત્ત્વનાં ઘટકો ધરાવતા હોય.

ભારતનાં વર્લ્ડ હેરિટેજ સાઈટનાં સ્થળો:- ભારતમાં વર્લ્ડ હેરિટેજ સાઈટની માન્યતા પ્રાપ્ત કરેલ વિરાસતોનાં (ધરોહરોનાં) નામ નીચે મુજબ છે :      

1.  આગ્રાનો કિલ્લો – ઉત્તર પ્રદેશ – 1983

2.  અજંતાની ગુફાઓ – મહારાષ્ટ્ર – 1983

3.  ઈલોરાની ગુફાઓ – મહારાષ્ટ્ર – 1983

4.  તાજમહેલ – ઉત્તર પ્રદેશ – 1983

5.  મહાબલીપુરમ્ – તમિલનાડુ – 1984

6.  કોર્ણાંકનું સૂર્યમંદિર – ઓડિશા – 1984

7.  માનસ વન્ય જીવ અભ્યારણ્ય – અસમ – 1985

8.  કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન – અસમ – 1985

9.  કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન – અસમ – 1985

10. ગોવાનું ચર્ચ – ગોવા – 1986

11. ફતેહપુર સિક્રી – ઉત્તર પ્રદેશ – 1986

12. હમ્પીનાં સ્મારકો – કર્ણાટક – 1986

13. ખજુરાહોનાં મંદિર – મધ્ય પ્રદેશ – 1986

14. એલિફન્ટાની ગુફાઓ – મહારાષ્ટ્ર – 1987

15. મહાન ચોલ મંદિર – તમિલનાડુ – 1987

16. પટ્ટડકલનાં સ્મારકો – કર્ણાટક – 1987

17. સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન – પશ્ચિમ બંગાળ – 1987

18.  નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન અને ફૂલોની ઘાટી – ઉત્તરાખંડ – 1988

19.  સાંચીનો સ્તૂપ – મધ્ય પ્રદેશ – 1989

20.  હુમાયુનો મકબરો – દિલ્હી – 1993

21.  કુતુબમીનાર – દિલ્હી – 1993

22.  દાર્જિલિંગ અને નીલગિરીની પર્વતીય રેલ્વે – પ.બંગાળ – 19999

23.  મહાબોધિ મંદિર – બિહાર – 2002

24.  ભીમબેટકાની ગુફાઓ – મધ્ય પ્રદેશ – 2003

25.  ચાંપાનેર – ગુજરાત – 2004

26.  છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ – મહારાષ્ટ્ર – 2004

27.  લાલ કિલ્લો – દિલ્હી – 2007

28.  જંતર મંતર – રાજસ્થાન – 2010

29.  પશ્ચિમી ઘાટ – ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ – 2012

30.  રાજસ્થાનનાં પહાડી કિલ્લઓ – રાજસ્થાન – 2013

31.  રાણીની વાવ – ગુજરાત – 2014

32.  ગ્રેટ હિમાલયાન રાષ્ટ્રીય ઉદ્યાન – હિમાચલ પ્રદેશ – 2014

33.  નાલંદા વિદ્યાપીઠ – બિહાર – 2016

34.  કાંચનજંગા રાષ્ટ્રીય ઉદ્યાન – સિક્કિમ – 2016

35.  લી કાર્બુસિયરનાં સ્થાપત્ય કાર્ય – ચંડીગઢ – 2016

36.  અમદાવાદ – ગુજરાત – 2017

37.  વિક્ટોરિયન ગોથિક અને આર્ટ ડેકો – મહારાષ્ટ્ર – 2018

38.  જયપુર – રાજસ્થાન – 2019

39.  કાકતીય રુદ્રેશ્વર મંદિર – તેલંગાણા – 20121

40.  ધોળાવીરા – ગુજરાત – 2021

તો આ વાત હતી યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટની જે ઐતિહાસિક સ્થળોને વૈશ્વિક કક્ષાનો દરજ્જો આપે છે. સાથે સાથે તેની જાળવણી, સંરક્ષણ અને વિકાસ માટે ઉત્તમ કાર્ય કરે છે.     

Download the PPT of the World Heritage sites list for the Year – 2021 👇👇

https://drive.google.com/file/d/1xGbQ6ZOdL3or1EN8aCxcS0YEko0hnXWi/view?usp=drivesdk

world heritage sites | unesco world heritage sites | heritage sites | world heritage sites in india | list of india’s world heritage sites | world heritage sites meaning | about world heritage sites | latest world heritage sites list | world heritage center | world heritage sites 2021 list pdf | vishwa dharohar sthalo | vaishwik varso | વિશ્વ ધરોહર સ્થળ | ભારતનાં વૈશ્વિક વારસાના સ્થળો | હેરિટેજ સાઈટ | વર્લ્ડ હેરિટેજ સાઈટ | યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટ | ચાંપાનેર | રાણીની વાવ | ધોળાવીરા | અમદાવાદ | world heritage sites of Gujarat | Ahmedabad heritage city | UNESCO recognized places | champaner | dholaveera | world heritage sites 2021 list | Hampi |  world heritage site vishe | blog | blogger | blogging | blogging community | gujarati blog | gujju blogger | informative | educational | useful | gk | historical | heritage places | atulya bharat | gujarat tourism

Categories
Art article blog book educational General Knowledge History Informative literature magazine Mythology useful

SVV Magazine Edition : 21 | સાહિત્યનો વન વગડો મેગેઝિન અંક- 21

આજે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ સાહિત્ય વનવગડો મેગેઝિન અંક – 21. આ મેગેઝિનમાં તમને વાર્તા, નવલકથા, ફિલ્મ-રિવ્યુ, કવિતા, ટૂંકીવાર્તા, ચિત્રો, રહસ્યમયી વાર્તા તેમજ આટલુ જાણો કોલમના માહિતીસભર લેખો વગેરે જોવા મળશે. તો આપ સૌ વાંચકોને વિનંતી છે કે આ મેગેઝિનને બને તેટલુ શેર કરો અને પ્રસિદ્ધ કરો. અને તમે લોકો પણ આ મેગેઝિનમાં પોતાની કૃતિઓ ઈ-મેઈલ દ્વારા મોકલી શકો છો. આ  ઈ – મેગેઝિનમાંથી તમને ઘણુ બધુ સાહિત્યિક વિશેનું જાણવા મળશે. તો અહીં નીચે સાહિત્ય વનવગડો મેગેઝિનની PDF ફાઈલો મૂકી છે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો.

SVV Magazine Edition : 21 | સાહિત્યનો વન વગડો મેગેઝિન અંક- 21

svv magazine | sahitya van vagado magazine | gujarati magazine | gujarati literature | writer | writing | writing community | gujarati blog | gujarati writer | gujju blogger | blogger | blogging | blogging community | blog | blogger girl | poetry | novel | story | novel | gujarati talent | gujarati sahitya | gujarati | poet | author | columnist | articles | informative | educational | general knowledge | readers | reading | must read