Categories
Art article blog Day Special educational general knowledge General Knowledge heritage place History India's Famous Informative literature place destination Study unesco useful

Gujarat Sthapna Day Special: Rani ki Vav | About Rani Ni Vav | Gujarat Foundation Day

આજના ગુજરાત સ્થાપના દિવસ સ્પેશિયલ બ્લોગમાં આપણે વાત કરવાની છે ગુજરાતના એક ગૌરવવંતા સ્થાપત્યની જે વૈશ્વિક સંસ્થા યુનેસ્કો દ્વારા સન્માન પામેલ છે અને ચલણી નોટમાં પણ ઉલ્લેખ છે. તો આજે આપણે વાત કરવાની છે પ્રખ્યાત અને બાંધકામમાં પૌરાણિક અને જટીલ એવી રાણીની વાવની. આ વાવનું બાંધકામ જેટલું જટીલ એટલુંજ રમણીય છે. એના પથ્થરો પર કંડારેલા આપણા તમામ દેવી દેવતાઓ સાક્ષાત દર્શન આપતા હોય તેવું જ લાગે છે. તો ચાલો રાણીની વાવ વિશે.

Gujarat Sthapna Day Special: Rani ki Vav | About Rani Ni Vav

સ્થાપત્યકલા એટલે ભવનો અને ઇમારતો બાંધવાની કલા. સ્થાપત્ય કલામાં પૂર્વ આયોજન કરી સિમેન્ટ, રેતી, માટી, ચૂનો, , આરસ, પથ્થર વગેરેનો ઉપયોગ કરી મંદીરો, મહેલો, કિલ્લાઓ તથા બીજી ઘણી ઈમારતો બનાવવામાં આવે છે.

ભારત દેશ વિવિધ જાતના સ્થાપત્ય મંદીરો, મહાલયો, મહેલો, કિલ્લાઓ, ગુફાઓ, વિજયસ્તંભો, સ્તુપો,  વગરેના નિર્માણમાં દુનિયાભરમાં મોખરે છે. અને આ બધાનો શ્રેય જાય છે અહીંના કલાપ્રિય મહાત્વાકાંક્ષી રાજાઓને. આજે આપણે ગુજરાતના એક અનોખા સ્થાપત્ય ની વાત કરવાની છે.

પરિચય:- આજે આપણે વાત કરવાની છે એ સ્થાપત્યની જેનું હાલમાં જ આપણી ભારતીય ચલણી નોટમાં સ્થાન મળ્યું છે એવી પાટણની રાણીની વાવ અથવા રાણકીવાવ. ગુજરાતનો એકમાત્ર સાત મંઝીલવાળો કુવો. આ કુવો કુવા-બાંધકામની કલાનો એક બેનમૂન નમુનો છે. રાણીની વાવને સાલ 22 જૂન, 2014માં UNESCO દ્વારા એક વૈશ્વિક વારસા સ્થળ તરીકે જાહેર કરેલ છે. આ ઉપરાંત સાલ 2016માં ભારતનું સૌથી ‘શુદ્ધ ઈકોનોમિક પ્લેસ’ તરીકેનું પણ બિરુદ મળેલ છે.  

ઈતિહાસ:- રાણીની વાવનું નિર્માણ 11 (1063 થી 1068 AD)મી સદીના સમયગાળામાં રાણી ઉદયમતી દ્વારા પોતાના પતિ ભીમદેવની યાદ(અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક જે મ્યુલવંશના પુત્ર હતા) માં કરવામાં આવ્યુ હતો. અને આ વાવનું કાર્ય બાંધકામ સંપૂર્ણ રીતે ઉદયમતિના પુત્ર કર્ણદેવ દ્વારા કરવામાં આવ્યુ હતુ.  સરસ્વતીની નદીની નજીક હોવાથી પાછળથી આ વાવ આ નદીના વહેણના પાણીથી ભરાઈ ગઈ હતી અને પછી છેક 1980 ના દાયકામાં ભારતના પુરાતત્વીય ખાતાના સર્વેક્ષણ હેઠળના ખોદકામ દરમિયાન મળી આવી હતી. 

બાંધકામ:- મુખ્ય તો આ વાવનું બાંધકામ પાણીની સમસ્યાને હલ કરવા માટે કરવામાં આવ્યું હતુ. આ સ્ટેપવેલ (વાવ) ભારતીય ઉપખંડમાં ભૂમિગત જળ સંસાધન અને સ્ટોરેજ સિસ્ટમનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. આ સ્થાપત્ય મરુ-ગુર્જરા શૈલીમાં નિર્માણ પામેલું છે જે 500 કરતા પણ વધુ શિલ્પો ધરાવે છે. આ વાવનો ભવ્ય પૂર્વ તરફનું પગથિયુ લગભગ 64 મીટર લાંબુ, 20 મીટર પહોળુ અને 27 મીટર ઊંડુ છે. આ વાવને અસંખ્ય શિલ્પ-કોતરણી થી ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવેલી છે

મુલાકાતીઓ જ્યારે આ વાવમાં પ્રવેશ કરે છે જેમ કે તે એક મંદીર છે પછી એ જેમ જેમ એ નીચે જાય છે તેમ તેમ કેટલાક સ્તંભવાળા પેવેલિયનો આવે છે અને નીચે ઠંડી હવા પ્રસરાયેલી હોય છે. આ કુવાની સાત ગેલેરીઓમાં 800 થી વધુ શિલ્પો આવેલા છે. જેમાં દરેકની દિવાલો પર દેવ-દેવીઓની મૂર્તીઓ કંડારવામાં આવેલી છે. જેમાં ભગવાન વિષ્ણુના દસેય અવતારો જેમ કે, કલ્કી, રામ, કૃષ્ણ, પરશુરામ, વરાહ, વામન વગેરેના શિલ્પો મુખ્ય છે. આ ઉપરાંત નીચે શેષનાગમાં પોઢેલા વિષ્ણુની પણ એક મૂર્તી છે જેને જોતા એમ લાગે છે કે  કે કોઇ અનંત દુનિયામાં આવ્યા.

ભગવાન વિષ્ણુ પછી નામ આવે છે મા પાર્વતીનું. આ ગુફામાં ભગવાન વિષ્ણુની સાથે સાથે મા પાર્વતીઓના પણ કેટલાય સ્વરૂપોની મૂર્તીઓ કોતરેલી છે. જેમ કે, ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, ત્રિશંડા, અને ત્રિપુરા. આ ઉપરાંત બીજા દેવ-દેવીઓની મૂર્તીઓનો  પણ સમાવેશ થયો છે જેમ કે – ગણેશ ભગવાન , અગ્નિદેવ, સૂર્યદેવ , ભૈરવ દેવ, ચામુંડા મા, બ્રહ્માજી, ઇન્દ્ર- ઇન્દ્રાણી, વૈષ્ણવી મા, દેવી મહાલક્ષ્મી, કુબેર દેવ વગેરે. આ સાથે અહીં અમુક જગ્યા એ ભાગ્યેજ  જોવા મળતી મૂર્તીઓ પણ છે જેમ કે ચારહાથવાળા બુદ્ધ ભગવાન, તલવાર અને ઢાલ સાથેના ભગવાન શ્રી રામ, તપસ્વીના રૂપમાં સૂર્યદેવ, નમ્ર અને શાંત અવસ્થામાં ભગવાન પરશુરામ વગેરે.

આ કુવાના ગોળાકાર ભાગમાં મૂર્તિકળાવાળા પટ્ટાઓની કેટલીક હરોળો આવેલી છે જેમાંની કેટલીક નરમ થઈ ગયેલી તો કેટલીક દ્રશ્યમાન ન હોય તેવી છે. આનુ કારણ એ છે કે આ વાવ નદીના પાણી દ્વારા ઢંકાઈ ગઈ હતી જેને લીધે દિવાલો પોલી થઈ ગઈ. દિવાલો દ્રશ્યમાન ન હોવા છતાં તેના ખંડેર પૈકી આધારસ્તંભો હજુ પણ ઉત્તમ માનવામાં આવે છે. પશ્ચિમ કુવાનો ભાગ ફક્ત એજ છે જેની દિવાલો ઈંટો અને પથ્થરોની બનેલી છે. 30 કિમી ની ટનલ સાથેના આ કુવામાં નીચે છેલ્લે એક નાનો દરવાજો આવેલો છે, જે હાલમાં અત્યારે કાદવ અને પથ્થરોથી અવરોધિત છે. આ ટનલ છેક પાટણ નજીકના સિદ્ધપુર શહેર તરફ જવાના રસ્તાને દોરતી હતી. આનો ઉપયોગ રાજાના Escape Gateway (ભાગવાનો રસ્તો) તરીકે ઉપયોગ થતો હતો , જેમણે હારના સમયમાં પગથિયું બનાવ્યું હતુ.   

વિશેષતા અને મહત્વ : આ કુવાની પહેલા એ જમાના માં ખાસ વિશિષ્ટતા એ હતી કે આ કુવો અનેક ઔષધીય વનસ્પતિઓથી ઘેરાયેલું હતુ. જેણે આ પાણીને ઔષધીય ગુણવતા પ્રદાન કરી હતી. આ પાણી પીવાથી તાવ અને બીજા ચેપી રોગોથી રક્ષણ મળતું હતુ એટલા માટે આજુ બાજુના ગામના લોકો આ કુવાના પાણીનો ઉપયોગ કરતા હતા. જળસંગ્રહના વ્યવસ્થાપન તરીકે આ કુવો એની જટીલ – ગૂંચવણ ભર્યા બાંધકામ થી વધારે પ્રખ્યાત છે. ગુજરાતની આ વાવ માત્ર પાણી અને સમાજને એકત્રિત કરવા માટેના સ્થળો નથી પણ એક મહાન આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે. આ વાવનું બાધકામ શરૂઆતમાં તો એકદમ સરળતાથી કરવામાં આવ્યું હતુ પરંતુ કદાચ તેમાં આવેલા કોતરણીવાળા દેવ-દેવીઓની મૂર્તીઓ અને એ રોગનાશક પવિત્ર પાણીને લીધે આ કુવો એક જટીલ કુવો બની ગયેલ છે.  

Click here to see photo collection of Rani ni vav :-

https://photos.app.goo.gl/UQYoX3PFyMhHX7EQA

રાણીની વાવ | રાણીની વાવ વિશે | રાણકી વાવ | ગુજરાત સ્થાપના દિવસ | ગુજરાત નું પ્રખ્યાત સ્થાપત્ય | ગુજરાતની પ્રખ્યાત વાવ | રાણીની વાવ પાટણ | રાણીની વાવનું બાંધકામ | rani ni vav | about rani ni vav | rani ki vav | unesco recognised sites | rani ni vav currency note | rani ni vav patan | rani ni vav stepwell | rani ni vav architecture | rani ki vav ke bareme | rani ki vav kahan hai | rani ni vav gujarat | rani ni vav pictures | rani ni vav sculptures | gujarat’s heritage sites | popular stepwells | polular heritage sites of gujarat | gujarat day special blog | informative | blog | blogger | blogging life | blogger girl | blogging community | gujju blogger | gujarati blog | educational | historical | general knowledge | gujarat sthapana divas special | gujarat foundation day | gujarat day | special day blog

Must listen to this song 👇👇👇 this will introduce the proud Gujarat

Categories
blog Day Special general knowledge General Knowledge History India's Famous Informative literature Mythology Study useful

વસંતના વધામણા | Vasant Ritu Festival

આજે આપણે વાત કરવાની છે એક એવી ખાસ ઋતુની જે મને, તમને અને ભગવાનને પણ પ્રિય છે. જેને ઋતુઓનો રાજા કહેવામાં આવે છે. આ તહેવારની ખાસ વાત તો એ છે કે આ તહેવાર પર કેટ કેટલીય કવિતાઓ, ગઝલો, હાઈકુઓ, વાર્તાઓ અને નિબંધો ગુજરાતી, હિંદી તેમજ અન્ય પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલ છે. આ ઋતુ સાથે ઘણી પૌરાણિક કથાઓ પણ જોડાયેલ છે તેમજ લગ્નપ્રસંગ માટે આ ઋતુનો સમય ઉત્તમ ગણવામાં આવે છે. આજે હુ તમારી સમક્ષ વસંત ઋતુનો એક મિનિટનો વિડીયો લઈને આવી છુ, જેમાં વસંત ઋતુ શું છે એની વિશે લખ્યુ છે.

વસંતના વધામણા | Vasant Ritu Festival

સૌથી પહેલા આપણે વસંત ઋતુની પ્રાથમિક માહિતી લઈએ. વસંત ઋતુ મહા સુદ – 5 ને દિવસથી શરૂ થાય છે, જેને વસંત પંચમી કહેવામાં આવે છે. આ દિવસને રંગપંચમી, શ્રીપંચમી પણ કહેવામાં આવે છે. વસંત ઋતુનો આ દિવસ પાનખર ઋતુની વિદાય અને ફૂલો ખિલવતી વસંતનું આગમન દર્શાવે છે. વસંત ઋતુથી જંગલોમાંના વૃક્ષોમાં નવા પાંદડાઓ આવે છે તેમજ ફૂલોની નવી કૂંપળ ખીલે છે. આ તહેવાર જાણે પ્રકૃતિની તેમજ ફૂલોની દિવાળી છે, જેમાં નવા ઉત્સાહ, નવી આશા સાથે ઝાડ પર નવા કેસૂડા તેમજ અન્ય ફૂલો ખીલે છે. પ્રકૃતિના તત્વોનો સૌથી પ્રિય સમય છે વસંત ઋતુ. વસંત ઋતુનું આગમનની ખુશીમાં જંગલમાંના પ્રાણીઓ, પક્ષીઓઋતુ સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે આત્મિયતા ધરાવતી ઋતુ છે. પૌરાણિક કથાની વાત કરીએ, તો વસંત પંચમીનાં દિવસે વિદ્યાના દેવી માતા સરસ્વતીનું પ્રાગટ્ય થયું હતુ. આ દિવસે માતા સરસ્વતીનું પૂજન કરવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણની પ્રિય એવી આ વસંત ઋતુને તેમણે તેમની ગીતામાં પણ દર્શાવેલ છે. વસંત પંચમીના દિવસે સંગીતકારો તેમના સંગીત વાદ્યોની પૂજા કરે છે અને શાસ્ત્રીય સંગીતકારો વિવિધ રાગ દ્વારા આ દિવસ ઉજવે છે અને કલા & વિદ્યાના દેવી માતા સરસ્વતીની આરાધના કરે છે. આ દિવસને રંગપંચમી, શ્રીપંચમી પણ કહેવામાં આવે છે.

વસંત ઋતુ પરનો વિડીયો નીચે દર્શાવેલ છે :

વસંતઋતુ । વસંતપંચમી । વસંતનાં વધામણા । વસંતઋતુ તહેવાર । વસંતપંચમીનું મહાત્મય । વસંતોત્સવ । વસંત ઋતુ વિશે । વસંત પંચમીની માહિતી । vasant rutu | vasant panchami | vasantotsav | festivals | spring festival of India | basant panchami | basant ritu | rang panchami | goddess saraswati | significance of vasant rutu | importance of basant ritu | rangotsav | vasant ritu means | vasant ritu information | vasant ritu na vishe | vasant ritunu mahatva | vasant ritu in gujarati | vasant ritu 2021 | basant ritu ke bare mein | vasant ritu months | vasant ritu video | vasant ritu quotes | gujarati blog | blogging | festival blog | vasant na vadhamana

Categories
Art awards & honour blog Day Special Famous Personality general knowledge General Knowledge India's Famous Informative literature Study useful

Padma Awards 2021 | List of Padma Award Winner of 2021 in gujarati

આજે આપણે વાત કરવાની છે એક એવા ખાસ કેટેગરીના એવોર્ડની જેને ભારત દેશમાં અપાતા એવોર્ડ્સમાં ખૂબ જ મહત્વનું સ્થાન મળેલ છે. આ એવોર્ડ ભારતરત્ન પછીનો બીજી કક્ષાનો એવોર્ડ છે. થોડોક તો આઈડીયા આવી જ ગયો હશે. આજે આપણે વાત કરશું પદ્મ કક્ષાના એવોર્ડસની એટલે કે પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મ શ્રી  એવોર્ડ્સની. આ એવોર્ડ આપવાની શરૂઆત ક્યારથી થઈ ? ક્યા ક્ષેત્ર માટે આપવામાં આવે છે ? કોના દ્વારા આપવામાં છે ? નક્કી કરનાર કોણ હોય છે ? અને જાણીશું કે આ પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મ શ્રી  એવોર્ડ્સમાં શો ફરક છે ? કોનું સ્થાન ઉંચું છે ? અને આ વર્ષે – 2021 માં કોને કોને આ એવોર્ડથી નવાજવામાં આવ્યું તેનું નામ તેના ક્ષેત્ર સાથે. 

Padma Awards 2021 | List of Padma Award Winner of 2021 in Gujarati

પરિચય :- પદ્મ કેટેગરીનો એવોર્ડ  ભારતરત્ન પછીનો બીજી કક્ષાનો એવોર્ડ છે. આ એવોર્ડને ત્રણ કક્ષામાં વહેંચવામાં આવ્યો છે : પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ અને પદ્મ શ્રી. આ એવોર્ડની શરૂઆત વર્ષ – ૧૯૫૪ માં કરવામાં આવી હતી. આ એવોર્ડ દર વર્ષે પ્રજાસત્તાક દિને આપવામાં આવે છે. આ એવોર્ડ કળા, શિક્ષણ, ઉદ્યોગ, સાહિત્ય, વિજ્ઞાન, રમત-ગમત, મેડીકલ, સમાજસેવા તેમજ જાહેર બાબતો સહિતના વિવિધ ક્ષેત્રે પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા આપવામાં આવે છે,  કોઇ પણ પ્રકારના જાતિ, ધર્મ કે અન્ય  વિના. આ એવોર્ડ માટે મળેલા તમામ નામાંકનો પદ્મ એવોર્ડ સમિતિ સમક્ષ મૂકવામાં આવે છે, જે દર વર્ષે વડાપ્રધાન દ્વારા રચવામાં આવે છે. પદ્મ એવોર્ડ સમિતિમાં કેબીનેટ  સચિવ, ગૃહ સચિવ, રાષ્ટ્રપતિના સચિવ અને અન્ય ચાર થી છ વ્યક્તિઓ હોય છે. આ એવોર્ડ વિદેશના લોકોને પણ આપવામાં આવે છે. પહેલા આપણે આ શબ્દનો અર્થ સમજી લઈએ. ‘પદ્મ’ શબ્દ સંસ્કૃત ભાષામાંથી લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે ‘કમળ’. આ એવોર્ડમાં કમળની ઉપર અને નીચે જે શબ્દ લખવામાં આવેલ હોય છે એ દેવનાગરી લિપિમાં હોય છે. આ વર્ષે  કુલ ઓને પદ્મ કેટેગરીના એવોર્ડથી નવાજવામાં આવ્યા.

પહેલા આપણે વાત કરીશું પદ્મ વિભૂષણ એવોર્ડની.

પદ્મ વિભૂષણ :- આ એવોર્ડ પદ્મ કક્ષાનો પ્રથમ એવોર્ડ છે. જે સૈનિક સિવાયના ઉપર દર્શાવેલા ક્ષેત્રોમાં અસાધારણ યોગદાન માટે ભારત સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રપતિનાં હાથે આપવામાં આવે છે. આ એવોર્ડ સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. વર્ષ – 2021 માં પદ્મ વિભૂષણ એવોર્ડનાં વિજેતાના નામ નીચે મુજબ છે :

 

ક્રમનામક્ષેત્રરાજ્ય/દેશ
1.શ્રી.શિન્ઝો એબેજાહેર બાબતોજાપાન
2.શ્રી. એસ. પી. બાલાસુબ્રમણ્યમ (મરણોપરાંત) સંગીતતમિલનાડુ
3.ડૉ. બેલે મોનપ્પા હેગડેઆરોગ્યકર્ણાટક
4.શ્રી. નરેંદર સિંહ કપાની (મરણોપરાંત)વિજ્ઞાન અને ઈજનેરયુ.એસ.એ.
5.મૌલાના વહીબ્બુદીન ખાનપ્રેરણાત્મકદિલ્હી
6.શ્રી. બી. બી. લાલપુરાતત્વ દિલ્હી
7.શ્રી. સૂદર્શન સાહુકલાઓડીશા
કુલ7 એવોર્ડ

હવે આપણે વાત કરીશું, પદ્મ ભૂષણ એવોર્ડની.

પદ્મ ભૂષણ :- પદ્મ ભૂષણ એવોર્ડ એ પદ્મ વિભૂષણ પછીનો બીજી કક્ષાનો એવોર્ડ છે. જે સૈનિક સિવાયના ઉપર દર્શાવેલા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રપતિનાં હાથે આપવામાં આવે છે. આ એવોર્ડ સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. વર્ષ – 2021 માં પદ્મ ભૂષણ એવોર્ડનાં વિજેતાના નામ નીચે મુજબ છે :

હવે આપણે વાત કરીશું, પદ્મ એવોર્ડની.

ક્રમનામક્ષેત્રરાજ્ય
1.Ms. ક્રિશ્નન નૈર શાંતાકુમારી ચિત્રાકલાકેરલ
2.શ્રી. તરૂણ ગોગોઈ (મરણોપરાંત)જાહેર બાબતોઆસામ
3.શ્રી ચંદ્રશેખર કામ્બ્રા સાહિત્ય અને શિક્ષણકર્ણાટક
4.Ms. સુમિત્રા મહાજનજાહેર બાબતોમધ્ય પ્રદેશ
5.શ્રી. ન્રિપેંદ્ર મિશ્રાસિવિલ સેવાઉત્તર પ્રદેશ
6.શ્રી. રામવિલાસ પાસવાન (મરણોપરાંત)જાહેર બાબતોબિહાર
7.શ્રી. કેશુભાઈ પટેલજાહેર બાબતોગુજરાત
8.શ્રી. કાલ્બે સાદ્દીક (મરણોપરાંત)પ્રેરણાત્મકઉત્તર પ્રદેશ
9.શ્રી. રજનીકાંત દેવીદાસ શ્રોફવેપાર અને ઉદ્યોગમહારાષ્ટ્ર
10.શ્રી. તર્લોચન સિંહજાહેર બાબતોહરિયાણા
કુલ. 10 એવોર્ડ

હવે આપણે વાત કરીશું, પદ્મ એવોર્ડની.

પદ્મ શ્રી :- પદ્મ શ્રી એવોર્ડ એ પદ્મ વિભૂષણ પછીનો ત્રીજી કક્ષાનો એવોર્ડ છે. જે સૈનિક સિવાયના ઉપર દર્શાવેલા ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા બદલ ભારત સરકાર દ્વારા દર વર્ષે રાષ્ટ્રપતિનાં હાથે આપવામાં આવે છે. આ એવોર્ડ સાથે એક પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે. વર્ષ – 2021 માં પદ્મ ભૂષણ એવોર્ડનાં વિજેતાના નામ નીચે મુજબ છે :

ક્રમનામક્ષેત્રરાજ્ય
1.શ્રી. ગુલ્ફામ અહેમદકલાઉત્તર પ્રદેશ
2.Ms. પી. અનિતારમતગમતતમિલનાડુ
3.શ્રી. રામાસ્વામી અન્નવરપ્પકલાઆંધ્રપ્રદેશ
4.શ્રી. સુબુ અરુમુગમકલાતમિલનાડુ
5.શ્રી. પ્રકાશરાવ અસવારીસાહિત્ય અને શિક્ષણઆંધ્રપ્રદેશ
6.Ms. ભુરી બાઈકલામધ્ય પ્રદેશ
7.શ્રી. રાધેશ્યામ બર્લેકલાછતીસગઢ
8.શ્રી. ધર્મનારાયણ બર્મા (વર્મા)સાહિત્ય અને શિક્ષણપશ્ચિમ બંગાળ
9.Ms. લખીમી બારુહસમાજસેવાઆસામ
10.શ્રી. બિરેનકુમાર બસાકકલાપશ્ચિમ બંગાળ
11.Ms. રજની બેક્ટરવેપાર અને ઉદ્યોગપંજાબ
12.શ્રી. પીટર બ્રુકકલાયુ.કે.
13.Ms. સંગખુમી બૌલછુકસમાજસેવામિઝોરમ
14.શ્રી. ગોપીરામ બી. બુરભકતકલાઆસામ
15.Ms. બીજોયા ચક્રવર્તીજાહેર બાબતઅસામ
16.શ્રી. સુજીત ચટ્ટોપાધ્યાયસાહિત્ય અને શિક્ષણપશ્ચિમ બંગાળ
17.શ્રી. જગદીશ ચૌધરી (મરણોપરાંત)સમાજસેવાઉત્તરપ્રદેશ
18.શ્રી. ત્સુલ્ટ્રીમ ચોંજોરસમાજસેવાલદ્દાખ
19.Ms. મૌમા દાસરમતગમતપશ્ચિમ બંગાળ
20.શ્રી. શ્રીકાંત દતારસાહિત્ય અને શિક્ષણયુ.એસ.એ
21.શ્રી. નારાયણ દેબનાથકલાપશ્ચિમ બંગાળ
22.Ms. ચુટની દેવીસમાજસેવાઝારખંડ
23.Ms. દુલારી દેવીકલાબિહાર
24.Ms. રાધે દેવીકલામણિપુર
25.Ms. શાંતિ દેવીસમાજસેવાઓડીશા
26.શ્રી. વયાન દિબિયાકલાઈન્ડોનેશિયા
27.શ્રી. દાદુદાન ગઢવીસાહિત્ય અને શિક્ષણગુજરાત
28.શ્રી. પરશુરામ આત્મારામ ગંંગાવાણેકલામહારાષ્ટ્ર
29.શ્રી. જય ભગવાન ગોયલસાહિત્ય અને શિક્ષણહરિયાણા
30.શ્રી. જગદીશચંદ્ર હલ્ડેરસાહિત્ય અને શિક્ષણપશ્ચિમ બંગાળ
31.શ્રી. મંગલસિંહ હાઝોવારીસાહિત્ય અને શિક્ષણઆસામ
32.Ms. અંશુ જામસેંપારમતગમતઅરૂણાચલ પ્રદેશ
33.Ms. પૂર્ણામાસી જાનીકલાઓડીશા
34. માતા બી. મંજમ્મા જોગાટીકલાકર્ણાટક
35. શ્રી. દામોદરન કૈથપ્રમકલાકેરલ
36.શ્રી. નામદેવ સી. કામ્બલે સાહિત્ય અને શિક્ષણમહારાષ્ટ્ર
37. શ્રી. મહેશભાઈ કનોડીયા & શ્રી. નરેશભાઈ કનોડીયા (1 award for both)કલાગુજરાત
38. શ્રી. રજતકુમાર કારસાહિત્ય અને શિક્ષણઓડીશા
39.શ્રી. રંગાસ્વામી લક્ષ્મીનારાયણા કશ્યપસાહિત્ય અને શિક્ષણકર્ણાટક
40.Ms. પ્રકાશ ક્કૌરસમાજસેવાપંજાબ
41. શ્રી. નિકોલસ કઝાન્સસાહિત્ય અને શિક્ષણગ્રીસ
42. શ્રી. કે. કેસ્વાસામીકલાપોંડીચેરી
43.શ્રી. ગુલામ રસૂલ ખાનકલાજમ્મુ – કશ્મીર
44.શ્રી. લાખા ખાનકલારાજસ્થાન
45.Ms. સંજીદા ખાતુનકલાબાંગ્લાદેશ
46.શ્રી. વિનાયક વિષ્ણુ ખેડેકરકલાગોવા
47.Ms. નિરૂ કુમાર સમાજસેવાદિલ્હી
48.Ms. લાજવંતીકલાપંજાબ
49.શ્રી. રતનલાલવિજ્ઞાન અને ઈજનેરયુ.એસ.એ
50.શ્રી. અલી મનિકફનસંશોધન
(ગ્રાસરૂટ્સ)
લક્ષદ્વીપ
51.શ્રી. રામચંદ્ર માંજીકલાબિહાર
52.શ્રી. દુલાલ માંકીકલાઆસામ
53.શ્રી. નાનદ્રો બી. મરાકકૃષીમેઘાલય
54.શ્રી. રેબેન મેસંગવાકલામણીપુર
55.શ્રી. ચંદ્રકાંત મહેતાસાહિત્ય અને શિક્ષણગુજરાત
56.ડૉ. રતનલાલ મિત્તલઆરોગ્ય પંજાબ
57.શ્રી. માધવન નામ્બિયારરમતગમતકેરલ
58.શ્રી. શ્યામસુંદર પાલિવાલસમાજસેવારાજસ્થાન
59.ડૉ. ચંદ્રકાંત સંભાજી પાંડવઆરોગ્યદિલ્હી
60.ડૉ. જે. એન. પાંડે (મરણોપરાંત)આરોગ્યદિલ્હી
61.શ્રી. સોલોમન પાપિયાહસાહિત્ય & શિક્ષણ (પત્રકાર)તમિલનાડુ
62.Ms. પપ્પામ્મલકૃષીતમિલનાડુ
63.ડૉ. કૃષ્ણ મોહન પાઠીઆરોગ્યઓડીશા
64.Ms. જસવંતીબેન જમનાદાસ પોપટવેપાર અને ઉદ્યોગમહારાષ્ટ્ર
65.શ્રી. ગીરીશ પ્રભુનેસમાજસેવામહારાષ્ટ્ર
66.શ્રી. નંદા પ્રુસ્ટીસાહિત્ય અને શિક્ષણઓડીશા
67.શ્રી. કે. કે. રામચંદ્ર પુલવારકલાકેરલ
68.શ્રી. બાલન પુથેરીસાહિત્ય અને શિક્ષણકેરલ
69.Ms. બિરુબાલા રભાસમાજસેવાઆસામ
70.શ્રી. કંકા રાજુકલાતેલંગાણા
71.Ms. બોમ્બે જયશ્રી રામનાથકલાતમિલનાડુ
72.શ્રી. સત્યમ રીંગકલાત્રિપુરા
73. શ્રી. ધનંજય દિવાકર સાગદેઓઆરોગ્યકેરલ
74.શ્રી. અશોકકુમાર સાહુઆરોગ્યઉત્તર પ્રદેશ
75.શ્રી. ભુપેંદ્રકુમાર સિંહ સંજયઆરોગ્યઉત્તરાખંડ
76.Ms. સિંધુતાઈ સપકલસમાજસેવામહારાષ્ટ્ર
77.શ્રી. ચમનલાલ સાપરુ (મરણોપરાંત)સાહિત્ય અને શિક્ષણજમ્મુ – કશ્મીર
78.શ્રી. રોમાન સરમાહસાહિત્ય અને શિક્ષણ – પત્રકારઆસામ
79.શ્રી. ઈમરાન શાહસાહિત્ય અને શિક્ષણઆસામ
80.શ્રી. પ્રેમચંદ શર્માકૃષીઉત્તરાખંડ
81.શ્રી. અર્જુનસિંહ શેખાવતસાહિત્ય અને શિક્ષણરાજસ્થાન
82.શ્રી. રામયત્ન શુક્લાસાહિત્ય અને શિક્ષણઉત્તર પ્રદેશ
83.શ્રી. જિતેંદર સિંહ શુંંટીસમાજસેવાદિલ્હી
84.શ્રી. કરતાર પારસ રામ સિંહકલાહિમાચલ પ્રદેશ
85.શ્રી. કરતાર સિંહકલાપંજાબ
86.ડૉ. દિલીપકુમાર સિંહઆરોગ્યબિહાર
87.શ્રી. ચંદ્રશેખર સિંહકૃષીઉત્તર પ્રદેશ
88.Ms. સુધા હરિ નારાયણ સિંહરમતગમતઉત્તર પ્રદેશ
89.શ્રી. વિરેંદર સિંહરમતગમતહરિયાણા
90.Ms. મૃદુલા સિંહા (મરણોપરાંત)સાહિત્ય અને શિક્ષણબિહાર
91.શ્રી. કે. સી. શિવશંકર (મરણોપરાંત)કલાતમિલનાડુ
92.ગુરૂમા કમાલી સોરેનસમાજસેવાપશ્ચિમ બંગાળ
93.શ્રી. મરાચી સુબ્બુરમનસમાજસેવાતમિલનાડુ
94.શ્રી. પી. સુબ્રમણિયન (મરણોપરાંત)વેપાર અને ઉદ્યોગતમિલનાડુ
95.Ms. નિડુમોલુ સુમાથીકલાઆંધ્રપ્રદેશ
96.શ્રી. કપિલ તિવારીસાહિત્ય અને શિક્ષણમધ્ય પ્રદેશ
97.ફાધર વાલેસ (મરણોપરાંત)સાહિત્ય અને શિક્ષણસ્પેન
98.ડૉ. તીરૂવેંગડમ વીરારાઘવનઆરોગ્યતમિલનાડુ
99.શ્રી. શ્રીધર વેમ્બુવેપાર અને ઉદ્યોગતમિલનાડુ
100.શ્રી. કે. વાય. વેંકટેશરમતગમતકર્ણાટક
101.Ms. ઉષા યાદવસાહિત્ય અને શિક્ષણઉત્તર પ્રદેશ
102. Col. કાઝી સજ્જદ અલી ઝહીરજાહેર બાબતબાંગ્લાદેશ
કુલ 102 એવોર્ડ

તો આ યાદી હતી વર્ષ – 2021 ના પદ્મ એવોર્ડ મેળવનાર લોકોની. આ વર્ષે કુલ 119 એવોર્ડ આપવામાં આવ્યા જેના અંતર્ગત 7 પદ્મ વિભૂષણ, 10 પદ્મભૂષણ અને 102 પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યા હતા, આ ઉપરાંત આમાંથી 1 પદ્મશ્રી એવોર્ડ એકી સાથે બે વ્યક્તિઓની જોડીઓને આપવામાં આવે છે. આ એવોર્ડ્સમાં 29 મહિલાઓ, 10 ફોરેનર્સ, 16 મરણોપરાંત અને 1 ટ્રાંસેજેન્ડર શામેલ છે.

આશા છે કે આ માહિતી તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં તેમજ આગળ બીજે ક્યાંક જરૂર કામ લાગશે. એક એવું સમ્માન જે કોઇ પણ જાતના જાતિ/ધર્મ/લિંગ નાં ભેદભાવ વગર આપવામાં આવે છે. મજાની વાત એ છે કે માત્ર ભારતીયને જ નહિ પરંતુ બીજા દેશના નાગરિક કે જેણે કોઈ ક્ષેત્રમાં અસાધારણ કામ કર્યું હોય તેને પણ આ એવોર્ડથી નવાજવામાં આવે છે.       

Padma awards 2021 list │padma awards 2021 │padma awards 2021 gujarati │padma awards 2021 from Gujarat │padma shree awards 2021 │padma vibhushan awards 2021 │padma bhushan awards 2021 | padma award nominee 2021 | padma award winner 2021 | padma award | padma bhushan award | padma vibhushan award | padma award winner from karnataka | padma award winner from kerala | padma award winner from uttar pradesh | padma award winner from foreign countries| padma award winner list in gujarati | about padma award | award | padma award winner from odisha | પદ્મ એવોર્ડ | પદ્મશ્રી એવોર્ડ | પદ્મ ભૂષણ એવોર્ડ | પદ્મ વિભૂષણ એવોર્ડ | પદ્મ એવોર્ડ વિશેની જાણકારી | વર્ષ 2021 ના પદ્મ એવોર્ડ વિજેતા | પદ્મ એવોર્ડ મેળવવાનું લિસ્ટ | પદ્મ એવોર્ડ કોના દ્વારા એનાયત કરવામાં આવે છે? | પદ્મ એવોર્ડ કયારે આપવામાં આવે છે? | પદ્મ એવોર્ડ વિશેની સંપૂર્ણ માહિતી | પદ્મ એવોર્ડ – 2021 | પદ્મ એવોર્ડ મેળવનાર | list of padma award winner 2021 | padma awardee 2021 | padma shri awardee 2021 | plasma award nominee 2021 | padma

Download Padma Award Winner List of 2021 by here below :-

Watch The Video of the Padma Award Winner 0f 2021 :-