Categories
Art article blog Day Special Famous Personality general knowledge History Informative Mythology Study useful

Who was Santa Claus 🎅? | Santa Clause history in Gujarati

આજે આપણે વાત કરવાની છે એક એવા વ્યક્તિની જે બાળકોના ખુબ જ પ્રિય છે અને એમના માટે ગિફ્ટ્સ અને ચોક્લેટ્સ લાવે છે; અને રાત્રે બાળકો જયારે સૂતા હોય ત્યારે લાલ સફેદ કપડામાં ખભા પાછળ ગિફ્ટ્સનો થેલો લટકાવેલા અને હો હો હો અવાજ કરતા આવે છે અને ક્રિસ્મસ ટ્રી પાસે અથવા તો ક્રિસ્મસ સ્ટોકિંગ (મોજુ) માં કોઈને ખબર પડ્યા વગર ગિફ્ટ્સ મુકીને ચાલ્યા જાય છે. તમને થોડોક ખ્યાલ તો આવી જ ગયો હશે કે કોની વાત થાય છે ? તો આજે આપણે જાણીશું આ ક્રિસ્મસ (નાતાલ) સ્પેશિયલ આર્ટિકલમાં બાળકોના પ્રિય એવા સાન્ટા ક્લોઝ વિશે. એ કોણ હતા ? એ સાન્ટા ક્લોઝ કેવી રીતે બન્યા ? ક્યાં રહે છે ? અને આટલા બધા ગિફ્ટ્સ દુનિયાભરના બાળકો સુધી કઈ રીતે પહોંચાડે છે વગેરે.

Who was Santa Claus 🎅? | Santa Clause history in Gujarati

પરિચય :- સાન્ટા ક્લોઝને આપણે સામાન્ય રીતે સુંદર, ખુશખુશાલ, હસતા ચહેરા વાળા, સફેદ દાઢીવાળા, હષ્ટપુષ્ટ શરીરવાળા, સફેદ – લાલ કપડાં તેમજ માથે લાલ ટોપી અને પગમાં કાળા ચામડાનાં બુટ પહેરેલા, એક હાથમાં ગિફ્ટ્સનો થેલો ઉંચકેલા અને બીજા હાથમાં ઘંટડી વગાડતા અને હો હો હો અવાજમાં હસતા હોય એવા દેખાવમાં જોયા છે. નાતાલના તહેવાર દરમિયાન સાન્ટા ક્લોઝને આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ જેમ કે – મોલ, ડિપાર્ટમેન્ટ સ્ટોર, ટીવી પ્રોગ્રામ, પાર્ટી વગેરેમાં. સાન્ટા ક્લોઝને ફાધર ઓફ ક્રિસ્મસ, ક્રિસ કિંગલ, ગ્રાન્ડફાધર ફ્રોસ્ટ જેવા અન્ય નામેથી પણ ઓળખવામાં આવે છે. ક્રિસ્મસની આગલી રાતે સાન્ટા ક્લોઝ બધા જ બાળકોના ઘરે ગિફ્ટ્સ અને ચોક્લેટ્સ આપવા જાય છે. અત્યારના સમયમાં ચર્ચના પાદરી કે કોઈ ફેમિલી મેમ્બર સાન્ટા ક્લોઝ બનીને બાળકોને ગિફ્ટ્સ આપે છે.

ઈતિહાસ :- હવે આપણે જાણીશુ કે સાન્ટા ક્લોઝ કઈ રીતે અસ્તિત્વમાં આવ્યા. જીસસના મ્રુત્યુના 280 વર્ષ પછી આશરે 1500 વર્ષ પહેલા જન્મેલા સેન્ટ નિકોલસને અસલી સાન્ટા ક્લોઝ માનવામાં આવે છે. સેન્ટ નિકોલસનો જન્મ 280 એ.ડી.ની આસપાસ તૂર્કી દેશના માયરામાં થયો હતો. સેન્ટ નિકોલસનો બહુ જ ધનાઢ્ય પરિવારમાંથી આવતા હતા. તેઓએ નાનપણથી જ પોતાના મા-બાપની છત્રછાયા ગુમાવી દીધી હતી. તેમને નાનપણથી જ ભગવાન ઈસુ પર અત્યંત શ્રદ્ધા અને વિશ્વાસ હતો, માટે તેઓ મોટા થઈને ચર્ચના પાદરી બને છે અને ત્યારબાદ બિશપ. સેન્ટ નિકોલસ એમના નિખાલસ અને ઉદાર તેમજ મદદગાર સ્વભાવથી બહુ જ લોકપ્રિય હતા. તેમણે પોતાની બધી જ સંપત્તિનો ઉપયોગ ગરીબ લોકોની મદદ માટે કર્યો હતો. ખાસ કરીને બાળકોમાં સેન્ટ નિકોલસ બહુ જ લોકપ્રિય હતા. સેન્ટ નિકોલસને બાળકો તથા જરૂરિયાતમંદ લોકોને ભેટો આપીને મદદ કરવી બહુ જ ગમતી હતી. તેઓને મદદ કરતા કોઈ જોઈ ન જાય માટે સેન્ટ નિકોલસ હંમેશા રાત્રિના સમયે બાળકો તેમજ ગરીબ લોકોને ભેટો/વસ્તુઓ આપવા નિકળતા. સેન્ટ નિકોલસને દેખાવ કરીને લોકોની મદદ કરવી નહોતી ગમતી હતી, માટે તેઓ હંમેશા છુપાઈને મદદ કરતા. આવી રીતે તેઓએ દુનિયા આખામાં ફરી વળીને મદદ કરી હતી. ખ્રિસ્તિ ધર્મમાં જીસસ ક્રાઈસ્ટ અને મધર મેરી પછીના સૌથી લોકપ્રિય વ્યક્તિ સાન્ટા ક્લોઝ (સેન્ટ નિકોલસ) હતા.

સાન્ટા ક્લોઝની ઘણી બધી પ્રચલિત વાર્તાઓમાં એક વાર્તા બહુ જ પ્રખ્યાત છે. એક પિતા પાસે તેની ત્રણેય દિકરીઓના લગ્નના દહેજ માટે પૈસા ન હોવાથી દેહવ્યાપારના વ્યવસાય તરફ મોકલવા મજબુર થઈ ગયા હતા, ત્યારે સેન્ટ નિકોલસ રાત્રે છુપી રીતે આવીને ત્રણેય દિકરીઓ પાસે સોનાના સિક્કા ભરેલી પોટલી (મોજા આકારની) મુકી જાય છે જેથી કરીને આ સિક્કાથી દહેજની વસ્તુઓ આવી જાય. સવારે જુએ છે તો સોનાના સિક્કાની પોટલીઓ હોય છે અને એ પિતા સેન્ટ નિકોલસનો ખુબ જ આભાર માને છે. તો આવી રીતે સેન્ટ નિકોલસે એક ગરીબ લાચાર પિતાની મદદ કરી હતી.

ધીમે ધીમે સેન્ટ નિકોલસની ભેટ દ્વારા લોકોની મદદ કરવાની કિર્તી આખા યુરોપમાં ફેલાય ગઈ હતી. તેઓ બાળકો તેમજ ખલાસીઓના રક્ષક તરીકે જાણીતાં થયાં. અને સેન્ટ નિકોલસ ‘સાન્ટા ક્લોઝ’ના નામે વિશ્વ આખામાં પ્રખ્યાત થાય છે. તેમણે આખા વિશ્વમાં પ્રવાસ કરીને લોકોની મદદ કરી હતી.

સન્ – 1200માં ફ્રાંસમાં 6 ડિસેમ્બરના રોજ એમનું મૃત્યુ થયુ હતુ, ફ્રાંસના લોકોએ એ દિવસ ‘સેન્ટ નિકોલસ દિવસ’ તરીકે જાહેર કર્યો હતો. એમના મૃત્યુ દિવસને લગ્ન તેમજ કોઈ મોટી ખરીદી માટે ખુબ જ શુભ માનવામાં આવે છે. સેન્ટ નિકોલસનું સાન્ટા ક્લોઝ નામ તેમના ડચ નામ ‘સીન્ટર ક્લાસ’ પરથી આવેલ છે.

ઉજવણી :- હવે આપણે જાણીશું કે, આની ઉજવણી કઈ રીતે કરવામાં આવે છે. આપણે જેમ દિવાળી હોય તેમ નાતાલ પણ ખ્રિસ્તીયન લોકોની દિવાળી જ છે. નાતાલના આગલા દિવસે આખા ઘરને રંગબેરંગી લાઈટ્સ, બલૂન્સ, શંકુ આકારનું ટ્રી, સ્ટોકિંગ્સ (મોજા જેવી પોટલી) થી સજાવવામાં આવે છે. બાળકો ચિમની પાસે અથવા તો ક્રિસ્મસ ટ્રી પર બહુ કાળજીપૂર્વક સાન્ટાની નજરે આવે તેમ સ્ટોકિંગ્સ લગાવે છે જેમાં સાન્ટા ગિફ્ટ્સ રાખી દે છે. એવુ માનવામાં આવે છે કે સાન્ટા ચિમનીમાંથી થઈને આપણા ઘરે આવે છે. જે લોકોને ઘરે ચિમની ન હોય તે ઘરના દરવાજે કે બારી-બારણા આગળ સ્ટોકિંગ્સ લગાવે છે. આ દિવસે બાળકોને પણ જલ્દી સુવડાવી દેવામાં આવે છે, એ લોકોને એવુ કહેવામાં આવે છે કે જલ્દી નહીં સુઈ જાઓ તો સાન્ટા ક્લોઝ નારાજ થઈ જશે અને ગિફ્ટ્સ નહીં મળે. બાળકો સુવા જાય તે પહેલા ક્રિસ્મસ ટ્રી પાસે અથવા તો જ્યાં સ્ટોકિંગ્સ લટકાવ્યા હોય ત્યાં સાન્ટા માટે દુધ અને કુકીઝ તેમજ તેમના રેન્ડીયર્ઝ માટે ગાજર રાખે છે. બાળકોના સૂઈ ગયા પછી મોડી રાત્રે ક્રિસ્મસ ટ્રી પાસેના સ્ટોકિંગ્સમાં બાળકોની મનપસંદ ગિફ્ટ્સ રાખી દેવામાં આવે છે અને એક પત્ર પણ જેમાં લખ્યુ હોય છે : “From Santaclaus”. સવારે ઉઠીને બાળકો પથારી પાસે અથવા તો પેલા સ્ટોકિંગ્સ ખોલીને જુએ તો સાચે એમાં ગિફ્ટ્સ હોય છે. નાતાલના તહેવાર પર અમેરિકન લોકો સાન્ટાક્લોઝની વાર્તાઓ વાંચે, કવિતાઓ ગાય છે. આ ઉપરાંત ટેલિવિઝન પર નાતાલના કાર્યક્રમો અને સિરિયલો પણ બતાવવામાં આવે છે. વાર્તાઓમાં “સેન્ટ નિકોલસની મુલાકાત” સહિતની અન્ય વાર્તાનો સમાવેશ થાય છે. ગીતો અને કવિતાઓની વાત કરીએ તો “santa claus is coming to town…”, “Here comes santa claus and up on the house top..”  વગેરેનો સમાવેશ થાય છે. કાર્યક્રમો અને સીરીયલોની વાત કરીએ તો “Sants claus is coming to town, Rudolph : the red nosed reindeer”  વગેરે બતાવવામાં આવે છે. 

માન્યતા :- ક્રિસ્મસ તહેવારની અમુક માન્યતાઓ વિશે વાત કરીએ.

 • નાતાલ તહેવારમાં બાળકોને ગિફ્ટ્સ આપવા બાબતે સાન્ટા ક્લોઝ સિવાયની ઘણી દંતકથાઓ જોવા મળે છે. રશિયામાં એવું માનવામાં આવે છે કે બાબુશ્કા નામની મોટી ઉંમરની સ્ત્રીએ ઈરાદાપૂર્વક ભગવાનની (ઇસુની) ખોજ કરવા નિકળેલા ડાહ્યા માણસને બેથલહમનો ખોટો રસ્તો બતાવ્યો હતો, જેથી કરીને પેલો માણસ જીસસની શોધી ન શકે. આ ઘટના પછીથી એ સ્ત્રીને અત્યંત પસ્તાવો થયો હતો, માફી માંગવા માટે એને ઘણી જગ્યાએ પહેલા માણસની શોધ કરી હતી પરંતુ એ મળ્યા જ નહીં, કદાચ એ બીજું કોઈ નહીં પરંતુ જીસસ (ઈસુ) જ હશે. આજે પણ 5 જાન્યુઆરીના રોજ બાબુશ્કા રાત્રે ધીમેથી આવીને બાળકો પાસે ગિફ્ટ્સ રાખીને જાય છે એ આશા સાથે કે એ બાળકોમાંથી જ કોઈક જીસસ હોય અને એમને માફ કરી દે. રશિયામાં 5 જાન્યુઆરીની રાત્રે બાળકોને ક્રિસ્મસ ગિફ્ટ્સ મળી જાય છે. ઈટલીમાં પણ નાતાલ સાથે જોડાયેલ એક દંતકથા છે. જેમાં લા’બાફેના નામની દયાળુ ચુડેલ તેના જાદૂઈ ઝાડુ પર બેસીને ચિમની મારફતે બાળકોના ઘરે જાય છે અને ત્યાં લટકાવેલા સ્ટોકિંગ્સ (મોજા) માં ગિફ્ટ્સ રાખીને ચાલી જાય છે.    
 • દરેક દેશમાં બાળકોને ક્રિસ્મસના ગિફ્ટ્સ અલગ અલગ દિવસે મળે છે. હંગેરીમાં 5 ડિસેમ્બરની રાત્રે સેન્ટ નિકોલસ બાળકો માટે ગિફ્ટ્સ લાવે છે. સ્લોવેનિયામાં 6 ડિસેમ્બરની રાત્રે સેન્ટ નિકોલસ સારા બાળકો માટે ગિફ્ટ્સ લાવે છે. અને બીજે બધા જ દેશોમાં 25 ડિસેમ્બરના રોજ બાળકો ક્રિસ્મસ ગિફ્ટ્સ મેળવે છે.
 • એવી માનવામાં છે કે સાન્ટા ક્લોઝ ઉત્તરી ધ્રુવ પર તેની પત્ની અને બાળકો સાથે રહે છે. અને તે આખુ વર્ષ તેમના એલ્વ્સ (મોટા કાનવાળા માણસો) સાથે મળીને બાળકો માટે રમકડાં બનાવવાનું કામ કરે છે. આ ઉપરાંત તેઓ ડાહ્યા અને તોફાની બાળકોનું લિસ્ટ પણ બનાવે છે. ડાહ્યા બાળકોને ‘christ child’ ગણીને એમને મનપસંદ ગિફ્ટ્સ આપવામાં આવે છે અને તોફાની બાળકો નોટી લિસ્ટમાં હોવાથી એમને માત્ર કોલસાનો ટૂકડો મળે છે અથવા તો કંઈ જ નહીં.
 • સાન્ટા ક્લોઝ એમના નવ બરફીલા હરણો દ્વારા ચાલતી ગાડી પર બેસીને આખી દુનિયાના બાળકોને ગિફ્ટ્સ આપવા જાય છે. તેમની આ જાદૂઈ ગાડી આકાશમાં ઉડે છે. એ હરણોનાં નામ અનુક્રમે – ડેશર, ડાન્સર, પ્રેન્સર, વિક્સન, કોમેટ, ક્યુપીડ, ડોનર, બ્લિટ્ઝન અને રૂડોલ્ફ છે. એમાંથી રૂડોલ્ફ નામનું હરણ સૌથી સ્પેશિયલ અને સાન્ટા ક્લોઝનું પ્રિય છે કારણ કે રૂડોલ્ફ એક માત્ર એવુ હરણ હતુ, જેનું લાલ ચમકતું નાક હતુ.

વિશેષ :-  હવે થોડીક વિશેષ વાતો કરીશું.

 • સાન્ટા ક્લોઝની ગાડી પ્રકાશની ગતિને આધારે ચાલે છે. જે મુજબ તે દર સેકન્ડે 1,86,282.4 માઈલનું અંતર કાપે છે.
 • વિભિન્ન દેશોના આલગ અલગ ટાઈમઝોન મુજબ સાન્ટા ક્લોઝને આખી દુનિયામાં ગિફ્ટ્સ વહેંચવા માટેના 31 કલાક હોય છે.
 • દુનિયાભરના બાળકોને ગિફ્ટ્સ પહોંચાડવા માટે સાન્ટા ક્લોઝ દર સેકન્ડે 832 ઘરોની મુલાકાત લે છે.
 • 1773માં સૌપ્રથમ વાર ‘સાન્ટા ક્લોઝ’ ની વાર્તા ન્યૂયોર્કના વર્તમાનપત્રમાં પ્રકાશિત કરવામાં આવી હતી.
 • 1820માં ક્રિસ્મસના તહેવારમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં સાન્ટા ક્લોઝના મોડેલ સહિતની વસ્તુઓ જેમ કે – ક્રિસ્મસ ટ્રી, બેલ્સ, લાઈટ્સ, બલૂન્સ, સ્ટોકિંગ્સ (મોજા) વગેરેને ખરીદી માટે મુકવામાં આવી.  
 • 1823માં પ્રકાશિત થયેલી “સેન્ટ નિકોલસની મુલાકાત” નામની કવિતાના નોંધપાત્ર પ્રભાવને કારણે સાન્ટા ક્લોઝનું ચિત્ર 19મી સદીમાં પણ યુ.એસ. અને કેનેડામાં વધુ પ્રચલિત બન્યુ હતુ. રાજકીય કાર્ટુનિસ્ટ થોમસ નેસ્ટે આ છબી (અત્યારના સમયમાં તમે જે ચિત્ર જુઓ છો તે) બનાવવા માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ચિત્રને ગીત, રેડીયો, ટી.વી, બાળકોના પુસ્તકો, ફિલ્મ્સ અને જાહેરાતોમાં પણ દર્શાવવામાં આવ્યુ હતુ.     
 • 1890માં જેમ્સ એડગર નામના વેપારી સૌપ્રથમવાર સાન્ટા ક્લોઝ બન્યા હતા, તેમના ડિપાર્ટમેન્ટલ સ્ટોરની જાહેરાત માટે.   
 • 1890માં અમેરિકન સાલ્વેશન આર્મીના લોકોએ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા હેતુસર એક કેમ્પેઈન ચલાવ્યું જેમાં કોઈ બેરોજગાર માણસને સાન્ટા ક્લોઝના પોશાકમાં ન્યૂયોર્કની શેરીઓમાં ઘંટડી વગાડતાં ઘરે ઘરે દાન લેવા જતા અને ક્રિસ્મસને દિવસે એ દાનની વસ્તુઓ ગરીબ લોકોને આપતા. ત્યારથી લઈને અત્યાર સુધી આ કેમ્પેઈન હજુ સુધી યથાવત્ છે.
 • સાન્ટા ક્લોઝનું રેડ & વ્હાઈટ સૂટ વાળુ ક્રિએશન 1931 માં કોકાકોલા કંપનીના લોકોએ જાહેરાત માટે કર્યુ હતુ. આની પહેલા સાન્ટા ક્લોઝને લીલા રંગના સૂટમાં દર્શાવવામાં આવતા હતા.
 • 1934 માં પ્રકાશિત થયેલી સાન્ટા ક્લોઝની પ્રખ્યાત કવિતા “Santaclaus is coming to town…” આજે પણ ગાવામાં આવે છે જે આ મુજબ છે :
 •  

“He’s making a list

      And checking I twice;      

Gonna find out who’s

Naughty and nice.

Santaclaus is coming town…

He sees you when you’re sleeping,

He knows when you’re awake.

He knows if you’ve been bad or good,

So be good for goodness sake !”

 • 1947 ની ક્લાસિક સાન્ટા ક્લોઝ મૂવી “Miracle on 34 Street” માં એક નાનકડી છોકરીનો અભિનય કરનાર એડમન્ડ ગ્વેનને તેના અભિનય માટે ઓસ્કર એવોર્ડ મળ્યો હતો.
 • દુનિયાભરનાં બાળકો તરફથી હજારો લાખો પત્રો સાન્ટાક્લોઝના એડ્રેસ પર મોકલવામાં આવે છે. દરેક દેશનું પોતાનું સાન્ટા ક્લોઝનું એડ્રેસ છે, પરંતુ ફિનલેન્ડનાં આ સરનામા પર અત્યાર સુધી સૌથી વધારે સાન્ટાક્લોઝ માટેના પત્રો મોકલવામાં આવ્યા છે જે આ મુજબ છે :

Santaclaus Village,

FIN – 96930, Arctic Circle, Finland.

 • દુનિયાભરનાં બાળકો તરફથી સાન્ટા ક્લોઝને ઈ-મેઈલ પણ મોકલવામાં આવે છે અને તેનો રીપ્લાય પણ સાન્ટા ક્લોઝના વોલન્ટીયર તરીકે કામ કરતી સંસ્થા દ્વારા આપવામાં આવે છે. અને મુજબ ગિફ્ટ્સ પણ ક્રિસ્મસના દિવસે મોકલવામાં આવે છે.  

તો આ વાત હતી આપણા નાતાલના સાન્ટા ક્લોઝની જેણે એની દરિયાદિલીથી જગત આખાયના બાળકોનું દિલ જીતી લીધું હતુ અને આજે પણ બાળકો નાતાલની આગલી રાતે એ આશાએ વહેલા સુઈ જાય છે કે સાન્ટા ક્લોઝ એમની માટે ગિફ્ટ્સ લાવશે અને સવારે ઉઠીને જુએ તો  ગિફ્ટ્સ હોય જ છે. આ વાત હતી બાળકો તરફના એક નિર્દોષ અને અટલ વિશ્વાસની જે ભગવાન ઈસુને સાન્ટાના રૂપમાં ધરતી પર ખેંચી લાવે છે.  એકવાર જે આ સાન્ટા ક્લોઝનું એડ્રેસ આપ્યુ છે તેમાં જરૂરથી સંદેશો મોકલજો. આપ સૌને નાતાલ (ક્રિસ્મસ)ની શુભકામનાઓ….

Gujarati article | gujarati informative article | historic article | article on santa claus | informative article | santa claus history in gujarati |  santa claus  history | santa claus information | history of santa claus | santa claus story | santa claus | story  of santa claus in gujarati | santa claus article | santa claus gujarati | santa claus christmas | about santa claus | santa claus online shopping | who was santa claus? | santa claus kon the ? | santa claus life | santa claus face | santa claus history coca cola | santa claus origins and history | history behind santa claus |  santa claus ki history | santa claus dutch origin | santa claus original name | santa claus real history | santa claus russian origin | santa claus history short | santa claus word origin | santa claus essay | santa claus jingle bells | santa claus christmas tree | santa claus quiz | all about santa claus | santa claus address | christmas festival

Categories
Art article blog general knowledge History Informative literature magazine Mythology Study useful

સાહિત્યનો વન વગડો મેગેઝીન 11 to 15 | SVV magazine Edition 11 to 15

આજે અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ સાહિત્ય વનવગડો મેગેઝિનના 11 થી 15 અંક. આ મેગેઝિનમાં તમને વાર્તા, નવલકથા, ફિલ્મ-રિવ્યુ, કવિતા, ટૂંકીવાર્તા, ચિત્રો, રહસ્યમયી વાર્તા તેમજ આટલુ જાણો કોલમના માહિતીસભર લેખો વગેરે જોવા મળશે. તો આપ સૌ વાંચકોને વિનંતી છે કે આ મેગેઝિનને બને તેટલુ શેર કરો અને પ્રસિદ્ધ કરો. અને તમે લોકો પણ આ મેગેઝિનમાં પોતાની કૃતિઓ ઈ-મેઈલ દ્વારા મોકલી શકો છો. આ  ઈ – મેગેઝિનમાંથી તમને ઘણુ બધુ સાહિત્યિક વિશેનું જાણવા મળશે. તો અહીં નીચે સાહિત્ય વનવગડો મેગેઝિનની PDF ફાઈલો મૂકી છે, જેને તમે ડાઉનલોડ કરી શકો છો.

સાહિત્યનો વન વગડો મેગેઝીન 11 to 15 | SVV magazine Edition 11 to 15

SVV magazine | gujarati magazine pdf | gujarati magazine pdf download | gujarati magazine free download | gujarati magazine sahitya van vagado | sahitya van vagado gujarati magazine | gujarati story magazine | gujarati literature magazine | gujarati novel magazine | gujarati poem magazine | sahitya van vagado magazine pdf | shopizen | about vishakhasakhi in gujarati | informative article

Happy New Year
Categories
awards & honour general knowledge India's Famous Informative Study useful

Blue Flag beach meaning | list of blue flag beach 2020

આજે આપણે વાત કરવાની છે, Blue flag બિચ વિશે,જેની ખબર હમણાં બહુ જ ચર્ચિત છે. પહેલા પ્રયાસમાં જ આપણા ભારત દેશનાં એકી સાથે 8 દરિયાકિનારાઓને (બીચ) Blue flag સર્ટીફિકેટથી સન્માનિત કરવામાં આવ્યા જે આપણા દેશ માટે ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત છે. દુનિયાનાં એવા કોઈ પણ દેશને આવી રીતે પ્રથમ પ્રયાસમાં Blue flag સર્ટીફિકેટ નથી મળ્યુ, જે આપણા દેશે મેળવ્યું છે. તમને બધાને એમ થતુ હશે કે, આ Blue flag સર્ટીફિકેટ શું હશે ? એને કઈ રીતે , કોના દ્વારા આપવામાં આવે છે તેમજ કઈ બાબતને આધારે આ સર્ટીફિકેટ આપવામાં આવે છે. તો ચાલો જાણીએ, Blue flag સર્ટીફિકેટ વિશે.

Blue Flag beach meaning |  list of blue flag beach 2020

પહેલા આપણે જાણીશું કે આ Blue flag સર્ટીફિકેટ શું કહેવાય ? Blue flag સર્ટીફિકેટ એક એવુ સર્ટીફિકેટ છે જે મરીન, બીચ, ટીકાઉ બોટીંગ ટુરીઝમ ઓપરેટરને આપવામાં આવે છે, જે ઈકો-લેબલ (પર્યાવરણ) અંતર્ગત સેવા આપતું હોય. આ સર્ટીફિકેટ ડેન્માર્ક સ્થિત પર્યાવરણ સંબંધિત કાર્ય કરતી બિન-નફાકારક સંસ્થા દ્વારા આપવામાં આવે છે. જે પર્યાવરણીય શિક્ષણ, સલામતી અને પ્રવેશ સંબંધિત માપદંડ નક્કી કરે છે જે Blue flag સર્ટીફિકેટ મેળવવા માટે અનિવાર્ય હોય છે. એટલે કે Blue flag સર્ટીફિકેટ મેળવવા માટે જે તે બીચ, મરીન ઉપર દર્શાવેલા માપદંડો મુજબ હોવા જોઈએ.

Blue flag સર્ટીફિકેટ આપવાની શરૂઆત વર્ષ – 1985 માં ફ્રાન્સથી થઈ હતી, ત્યારબાદ 2001 સુધીમાં તો યુરોપ સહિતનાં કેટલાય દેશોમાં આની શરૂઆત થઈ ગઈ હતી. Blue flag સર્ટીફિકેટ પ્રોગ્રામ તાજા પાણી અને દરિયાઈ વિસ્તારનાં લાંબા ગાળાનાં વિકાસ અર્થે મુખ્યત્વે ચાર માપદંડને આધારે પ્રોત્સાહન આપે છે : (1) પાણીની ગુણવત્તા, (2) પર્યાવરણીય સંચાલન, (3) પર્યાવરણીય શિક્ષણ અને, (4) સલામતી. Blue flag સર્ટીફિકેશન માટે નીચે મુજબની સંસ્થાઓ જ્યુરી મેમ્બર્સ તરીકે છે જે આ Blue flag સર્ટીફિકેટ કોને આપવા એ નક્કી કરે છે :

       (1) યુનાઈટેડ નેશન્સ એન્વાયર્મેન્ટ પ્રોગ્રામ (UNEP)

       (2) યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન (UNWTO)

       (3) ફાઉન્ડેશન ફોર એન્વાયર્મેન્ટલ એજ્યુકેશન (FEE)

       (4) ઈન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (IUCN)

વર્ષની શરૂઆતમાં જ આ વખતે કેન્દ્રએ CRZ (Coastal Regulation Zone) એરિયામાં આવતા કેટલાક દરિયાકાંઠા, મરીન વગેરેની પ્રવૃત્તિઓ અને સુવિધાઓને જાહેર કરતું એક ઉત્તમ ગેઝેટ બહાર પાડ્યુ હતું, જે Blue flag સર્ટીફિકેટ માટેનાં માપદંડોને આવરી લેતું હોય.

Life is a beach, find your wave.

beach lover

હવે, આપણી જાણીશું કે, આ CRZ એરિયામાં આવતા દરિયાકાંઠા, મરીન વગેરેમાં કઈ કઈ સુવિધાઓ અને પ્રવૃત્તિઓને મંજૂરી આપે છે. જાન્યુઆરીમાં બહાર પાડેલા જાહેરનામા મુજબ ટાપુઓ સહિતનાં દરિયાકિનારાઓ જે CRZ એરિયામાં આવતાં હોય તેને નીચે મુજબની સુવિધાઓ અને પ્રવૃત્તિઓ માટે મંજૂરી આપવામાં આવે છે જે HTL (High Tide Line) થી 10 મી. નું ઓછામાં ઓછું અંતર જાળવવાને આધિન હોય :

 1. Portable Toilet Blocks, Changing Rooms & Shower Panels
 2. Gray Water Treatment Plant
 3. Solid Waste Management Plant
 4. Solar Power Plant
 5. Purified Drinking Water Facility
 6. Beach Access Pathways
 7. Landscaping Pathways
 8. Seating Benches & Sit-Out Umbrellas
 9. Outdoor Play/Fitness Equipment
 10. CCTV Surveillance & Control Room
 11. First Aid Station
 12. Cloak Room Facility
 13. Safety Watch Towers & Beach Safety Equipment
 14. Beach Layout, Environment Information Boards & Other Signals
 15. Fencing Preferably Vegetative
 16. Parking Facilities
 17. Entry Gate, Tourist Facilitation Centre
 18. Other Associated Facilities Or Infrastructure As Per Requirements Of Blue Flag Certfication

અત્યારે Blue flag સર્ટીફિકેટ પ્રોગ્રામ અંતર્ગત 47 દેશો મેમ્બર છે, જેમાંના 4573 બીચ, મરીન અને બોટ્સ Blue flag સર્ટીફાઈડ છે.

પર્યાવરણ, જંગલ અને આબોહવા વિભાગના કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવેડકરે 11 ઓક્ટોબર, રવિવારના દિવસે કહેલું કે, પ્રથમ પ્રયાસમાં જ એકી સાથે 8 બીચને Blue flag સર્ટીફિકેટ મળ્યાં એ વૈશ્વિક સ્તરે આપણા દેશનું સૌથી ઉત્કૃષ્ટ પરાક્રમ કહેવાય.

Blue flag સર્ટીફિકેટ માટે પસંદ કરાયેલા આઠ દરિયાકિનારા નીચે મુજબ છે :

1. શિવરાજપુર (ગુજરાત)

2. ઘોઘલા (ગુજરાત – કેન્દ્રશાસિત)

3. કપડ  (કેરળ)

4. કસરકોડ (કર્ણાટક)

5. પડુબિદ્રી  (કર્ણાટક)

6. ગોલ્ડન (ઓડિશા)

7. ઋષિકોન્ડા (આંધ્રપ્રદેશ) 

8. રાધાનગર (આંદામાન અને નિકોબાર ટાપુ)     

Shivrajpur Beach (Gujarat)
Ghoghla Beach (Gujarat)
Kappad Beach (Kerala)
Kasarkod & Padubidri Beach (Karnataka)
Rishikonda Beach (Andhra Pradesh)
Golden Beach (Odisha)
Radhanagar Beach (Andaman and Nikobar Island)

તો આ વાત હતી, આપણા ગૌરવવંતા આઠ દરિયાકિનારોની જેણે Blue flag સર્ટીફિકેટ મેળવીને આપણા ભારત દેશનું વૈશ્વિક સ્તરે ગૌરવ વધાર્યુ છે. I hope you enjoyed this informative blog. Don’t forget to share & like.

What is blue flag certification ? | what is blue flag certificate in gujarati ? | what is blue flag beach in india ? | list of blue flag beach of india | blue flag tag is given by | blue flag tag beach in india | blue flag tag meaning | blue flag certification for beaches | blue flag definition | blue flag beach gujarat | blue flag beach andhra pradesh | blue flag beach puri | blue flag beach keral | blue flag beach karnataka | blue flag beach andaman nikobar island | blue flag information in gujarati | blue flag beach in asia | blue flag certificatiion means | blue flag award 2020 | blue flag beach | blue flag certificate | blue flag country | blue flag award list of 2020 in gujarati