Categories
article blog Day Special inspirational literature literature and education magazine my favorite my thoughts useful vishakha mothiya writer

પિતા : છત્રછાયા | Father’s day special article

father’s day special

I’m gonna post my independence day special article “પિતા : છત્રછાયા”, which has been published in “news of gandhinagar – Jan Fariyad” newspaper. Big thanks to Kaushik Sir Shah & Rajul Ben Shah (USA) for this opportunity & the editor of News of Gandhinagar.

પિતા : છત્રછાયા | Father’s day special article

પિતા : છત્રછાયા

મા બાપ એ પરિવારનો મુખ્ય આધારસ્તંભ હોય છે. માતાની ભૂમિકા ઘર – ગૃહસ્થી ચલાવવાની, પરિવારનાં લોકોની સાર સંભાળ લેવાની તેમજ સંતાનોને હેત – મમતા આપવાની છે. પિતાની ભૂમિકા પરિવારનું ભરણપોષણ કરવું, જરૂરિયાતો પૂરી કરવી, સમાજલક્ષી તેમજ પરિવાર માટેનાં એક રક્ષક તરીકેની છે. પિતાની ઉપસ્થિતિ એ એક એવી હૂંફ તેમજ રક્ષણની છત્રછાયા છે જેમાં તેની પત્ની, બાળકો વગેરે એકદમ હળવાફૂલ – નિશ્ચિંત થઈને રહે છે, એક forever protection & comfort ની જેમ. આપણે કંઈ માગીએ તો ના નહીં પાડે પણ એમ કહેશે કે લાવી આપીશ. પિતાએ સમાજમાં જે કાંઈ ઓળખાણ ઊભી કરી હોય છે, તેનાથી તેનો પરિવાર એકદમ વટથી સમાજમાં ચાલી શકે છે; તેના નામ માત્રથી જ અમુક કામો સહેલાઈથી થઈ જતાં હોય છે. પિતાની ભૂમિકા એક્સટ્રોવર્ટ વધારે હોય છે. ઘરનાં લોકો સારી લાઇફસ્ટાઈલથી જીવી શકે, સારું જમી શકે એ માટે પોતે એની પોણા ભાગની જિંદગી બહાર પૈસા કમાવવામાં તેમજ ટિફિનમાં ઠંડુ જમીને વિતાવે છે. એનાં પરિવારને બંને ત્યાં સુધી સારામાં સારી સગવડ આપવા માટે પોતે ટાઢ, તડકો, વરસાદ વેઠે છે. પહેલાં તો ઠીક છે બહુ ટેક્નોલોજી નહોતી એટલે સંતાનોમાં બહુ બધી વસ્તુઓની ડિમાન્ડ કરવાનું આવતું નહીં; પરંતુ હવેનાં આ ટેક્નોલોજીનાં જમાનામાં પોતાનાં સંતાનોને પર્સનલ મોબાઈલ, લેપટોપ, ટેબલેટ, બાઈક પણ આસાનીથી અપાવી દે છે. પોતાની પાસે સિમ્પલ સાદો ફોન રાખશે, પણ પોતાનાં સંતાનોને એની પસંદનું આપવામાં ખચકાશે નહીં. પિતાની ઉપસ્થિતિ હાશકારોવાળી છે, પરંતુ જો ઘરે આવવામાં થોડાંક મોડાં પડ્યા હોય એટલે આપણે ટેન્શનમાં આવી જઈએ છીએ. પિતાની હાજરીનું મહત્ત્વ તેમજ તેની ગેરહાજરીની પરિસ્થિતિ જેને પિતા ન હોય એને જ ખબર હોય છે. સૂર્યનો તાપ ભલે થોડોક આકરો હોય છે, પરંતુ એનાં વગરની જિંદગી તેમજ આપણી દુનિયા શક્ય નથી.

Father’s day special article | Article writing | my writing | fatherhood  | article published | gujarati article | writer | writing | gujarati writer | vishakha mothiya | reading | family man | gujarati newspaper | Gujarat  | my thinking | father’s day | ideal man

Leave a comment