Categories
Art article blog Day Special general knowledge General Knowledge heritage place History India's Famous Informative literature Study unesco useful

Gujarat Sthapna Day Special: Rani ki Vav | About Rani Ni Vav | Gujarat Foundation Day

આજના ગુજરાત સ્થાપના દિવસ સ્પેશિયલ બ્લોગમાં આપણે વાત કરવાની છે ગુજરાતના એક ગૌરવવંતા સ્થાપત્યની જે વૈશ્વિક સંસ્થા યુનેસ્કો દ્વારા સન્માન પામેલ છે અને ચલણી નોટમાં પણ ઉલ્લેખ છે. તો આજે આપણે વાત કરવાની છે પ્રખ્યાત અને બાંધકામમાં પૌરાણિક અને જટીલ એવી રાણીની વાવની. આ વાવનું બાંધકામ જેટલું જટીલ એટલુંજ રમણીય છે. એના પથ્થરો પર કંડારેલા આપણા તમામ દેવી દેવતાઓ સાક્ષાત દર્શન આપતા હોય તેવું જ લાગે છે. તો ચાલો રાણીની વાવ વિશે.

Gujarat Sthapna Day Special: Rani ki Vav | About Rani Ni Vav

સ્થાપત્યકલા એટલે ભવનો અને ઇમારતો બાંધવાની કલા. સ્થાપત્ય કલામાં પૂર્વ આયોજન કરી સિમેન્ટ, રેતી, માટી, ચૂનો, , આરસ, પથ્થર વગેરેનો ઉપયોગ કરી મંદીરો, મહેલો, કિલ્લાઓ તથા બીજી ઘણી ઈમારતો બનાવવામાં આવે છે.

ભારત દેશ વિવિધ જાતના સ્થાપત્ય મંદીરો, મહાલયો, મહેલો, કિલ્લાઓ, ગુફાઓ, વિજયસ્તંભો, સ્તુપો,  વગરેના નિર્માણમાં દુનિયાભરમાં મોખરે છે. અને આ બધાનો શ્રેય જાય છે અહીંના કલાપ્રિય મહાત્વાકાંક્ષી રાજાઓને. આજે આપણે ગુજરાતના એક અનોખા સ્થાપત્ય ની વાત કરવાની છે.

પરિચય:- આજે આપણે વાત કરવાની છે એ સ્થાપત્યની જેનું હાલમાં જ આપણી ભારતીય ચલણી નોટમાં સ્થાન મળ્યું છે એવી પાટણની રાણીની વાવ અથવા રાણકીવાવ. ગુજરાતનો એકમાત્ર સાત મંઝીલવાળો કુવો. આ કુવો કુવા-બાંધકામની કલાનો એક બેનમૂન નમુનો છે. રાણીની વાવને સાલ 22 જૂન, 2014માં UNESCO દ્વારા એક વૈશ્વિક વારસા સ્થળ તરીકે જાહેર કરેલ છે. આ ઉપરાંત સાલ 2016માં ભારતનું સૌથી ‘શુદ્ધ ઈકોનોમિક પ્લેસ’ તરીકેનું પણ બિરુદ મળેલ છે.  

ઈતિહાસ:- રાણીની વાવનું નિર્માણ 11 (1063 થી 1068 AD)મી સદીના સમયગાળામાં રાણી ઉદયમતી દ્વારા પોતાના પતિ ભીમદેવની યાદ(અણહિલવાડ પાટણના સોલંકી વંશના સ્થાપક જે મ્યુલવંશના પુત્ર હતા) માં કરવામાં આવ્યુ હતો. અને આ વાવનું કાર્ય બાંધકામ સંપૂર્ણ રીતે ઉદયમતિના પુત્ર કર્ણદેવ દ્વારા કરવામાં આવ્યુ હતુ.  સરસ્વતીની નદીની નજીક હોવાથી પાછળથી આ વાવ આ નદીના વહેણના પાણીથી ભરાઈ ગઈ હતી અને પછી છેક 1980 ના દાયકામાં ભારતના પુરાતત્વીય ખાતાના સર્વેક્ષણ હેઠળના ખોદકામ દરમિયાન મળી આવી હતી. 

બાંધકામ:- મુખ્ય તો આ વાવનું બાંધકામ પાણીની સમસ્યાને હલ કરવા માટે કરવામાં આવ્યું હતુ. આ સ્ટેપવેલ (વાવ) ભારતીય ઉપખંડમાં ભૂમિગત જળ સંસાધન અને સ્ટોરેજ સિસ્ટમનું એક વિશિષ્ટ ઉદાહરણ છે. આ સ્થાપત્ય મરુ-ગુર્જરા શૈલીમાં નિર્માણ પામેલું છે જે 500 કરતા પણ વધુ શિલ્પો ધરાવે છે. આ વાવનો ભવ્ય પૂર્વ તરફનું પગથિયુ લગભગ 64 મીટર લાંબુ, 20 મીટર પહોળુ અને 27 મીટર ઊંડુ છે. આ વાવને અસંખ્ય શિલ્પ-કોતરણી થી ચાર ભાગમાં વિભાજીત કરવામાં આવેલી છે

મુલાકાતીઓ જ્યારે આ વાવમાં પ્રવેશ કરે છે જેમ કે તે એક મંદીર છે પછી એ જેમ જેમ એ નીચે જાય છે તેમ તેમ કેટલાક સ્તંભવાળા પેવેલિયનો આવે છે અને નીચે ઠંડી હવા પ્રસરાયેલી હોય છે. આ કુવાની સાત ગેલેરીઓમાં 800 થી વધુ શિલ્પો આવેલા છે. જેમાં દરેકની દિવાલો પર દેવ-દેવીઓની મૂર્તીઓ કંડારવામાં આવેલી છે. જેમાં ભગવાન વિષ્ણુના દસેય અવતારો જેમ કે, કલ્કી, રામ, કૃષ્ણ, પરશુરામ, વરાહ, વામન વગેરેના શિલ્પો મુખ્ય છે. આ ઉપરાંત નીચે શેષનાગમાં પોઢેલા વિષ્ણુની પણ એક મૂર્તી છે જેને જોતા એમ લાગે છે કે  કે કોઇ અનંત દુનિયામાં આવ્યા.

ભગવાન વિષ્ણુ પછી નામ આવે છે મા પાર્વતીનું. આ ગુફામાં ભગવાન વિષ્ણુની સાથે સાથે મા પાર્વતીઓના પણ કેટલાય સ્વરૂપોની મૂર્તીઓ કોતરેલી છે. જેમ કે, ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રીયા, કૃષ્ણા, મહેશ્વરી, રંભા, ત્રિશંડા, અને ત્રિપુરા. આ ઉપરાંત બીજા દેવ-દેવીઓની મૂર્તીઓનો  પણ સમાવેશ થયો છે જેમ કે – ગણેશ ભગવાન , અગ્નિદેવ, સૂર્યદેવ , ભૈરવ દેવ, ચામુંડા મા, બ્રહ્માજી, ઇન્દ્ર- ઇન્દ્રાણી, વૈષ્ણવી મા, દેવી મહાલક્ષ્મી, કુબેર દેવ વગેરે. આ સાથે અહીં અમુક જગ્યા એ ભાગ્યેજ  જોવા મળતી મૂર્તીઓ પણ છે જેમ કે ચારહાથવાળા બુદ્ધ ભગવાન, તલવાર અને ઢાલ સાથેના ભગવાન શ્રી રામ, તપસ્વીના રૂપમાં સૂર્યદેવ, નમ્ર અને શાંત અવસ્થામાં ભગવાન પરશુરામ વગેરે.

આ કુવાના ગોળાકાર ભાગમાં મૂર્તિકળાવાળા પટ્ટાઓની કેટલીક હરોળો આવેલી છે જેમાંની કેટલીક નરમ થઈ ગયેલી તો કેટલીક દ્રશ્યમાન ન હોય તેવી છે. આનુ કારણ એ છે કે આ વાવ નદીના પાણી દ્વારા ઢંકાઈ ગઈ હતી જેને લીધે દિવાલો પોલી થઈ ગઈ. દિવાલો દ્રશ્યમાન ન હોવા છતાં તેના ખંડેર પૈકી આધારસ્તંભો હજુ પણ ઉત્તમ માનવામાં આવે છે. પશ્ચિમ કુવાનો ભાગ ફક્ત એજ છે જેની દિવાલો ઈંટો અને પથ્થરોની બનેલી છે. 30 કિમી ની ટનલ સાથેના આ કુવામાં નીચે છેલ્લે એક નાનો દરવાજો આવેલો છે, જે હાલમાં અત્યારે કાદવ અને પથ્થરોથી અવરોધિત છે. આ ટનલ છેક પાટણ નજીકના સિદ્ધપુર શહેર તરફ જવાના રસ્તાને દોરતી હતી. આનો ઉપયોગ રાજાના Escape Gateway (ભાગવાનો રસ્તો) તરીકે ઉપયોગ થતો હતો , જેમણે હારના સમયમાં પગથિયું બનાવ્યું હતુ.   

વિશેષતા અને મહત્વ : આ કુવાની પહેલા એ જમાના માં ખાસ વિશિષ્ટતા એ હતી કે આ કુવો અનેક ઔષધીય વનસ્પતિઓથી ઘેરાયેલું હતુ. જેણે આ પાણીને ઔષધીય ગુણવતા પ્રદાન કરી હતી. આ પાણી પીવાથી તાવ અને બીજા ચેપી રોગોથી રક્ષણ મળતું હતુ એટલા માટે આજુ બાજુના ગામના લોકો આ કુવાના પાણીનો ઉપયોગ કરતા હતા. જળસંગ્રહના વ્યવસ્થાપન તરીકે આ કુવો એની જટીલ – ગૂંચવણ ભર્યા બાંધકામ થી વધારે પ્રખ્યાત છે. ગુજરાતની આ વાવ માત્ર પાણી અને સમાજને એકત્રિત કરવા માટેના સ્થળો નથી પણ એક મહાન આધ્યાત્મિક મહત્વ પણ ધરાવે છે. આ વાવનું બાધકામ શરૂઆતમાં તો એકદમ સરળતાથી કરવામાં આવ્યું હતુ પરંતુ કદાચ તેમાં આવેલા કોતરણીવાળા દેવ-દેવીઓની મૂર્તીઓ અને એ રોગનાશક પવિત્ર પાણીને લીધે આ કુવો એક જટીલ કુવો બની ગયેલ છે.  

Click here to see photo collection of Rani ni vav :-

https://photos.app.goo.gl/UQYoX3PFyMhHX7EQA

રાણીની વાવ | રાણીની વાવ વિશે | રાણકી વાવ | ગુજરાત સ્થાપના દિવસ | ગુજરાત નું પ્રખ્યાત સ્થાપત્ય | ગુજરાતની પ્રખ્યાત વાવ | રાણીની વાવ પાટણ | રાણીની વાવનું બાંધકામ | rani ni vav | about rani ni vav | rani ki vav | unesco recognised sites | rani ni vav currency note | rani ni vav patan | rani ni vav stepwell | rani ni vav architecture | rani ki vav ke bareme | rani ki vav kahan hai | rani ni vav gujarat | rani ni vav pictures | rani ni vav sculptures | gujarat’s heritage sites | popular stepwells | polular heritage sites of gujarat | gujarat day special blog | informative | blog | blogger | blogging life | blogger girl | blogging community | gujju blogger | gujarati blog | educational | historical | general knowledge | gujarat sthapana divas special | gujarat foundation day | gujarat day | special day blog

Must listen to this song 👇👇👇 this will introduce the proud Gujarat

Categories
Art awards & honour Famous Personality general knowledge History Informative literature Study useful

Oscar Awards 2021 | Oscar Award Nominees 2021

આજે આપણે વાત કરવાની છે એક એવા ખાસ એવોર્ડની જેની ચર્ચા ફિલ્મ અને અભિનય ક્ષેત્રે બહુ થતી હોય છે. આ એવોર્ડ માટે માત્ર nominee થવુ એ જ સૌથી ગૌરવ લેવા જેવી બાબત છે. આ એવોર્ડ આંતરરાષ્ટ્રીય કક્ષાનો છે. જે શ્રેષ્ઠ ફિલ્મ, ડોક્યુમેન્ટરી, મ્યુઝિક ડિરેક્ટર, સિનેમોટોગ્રાફર, સ્ટોરી રાઈટર, ડિરેક્ટર, એક્ટર, એક્ટ્રેસ, કોરીયોગ્રાફર તેમજ એક્ટીંગ સાથે જોડાયેલ અન્ય શ્રેષ્ઠ કાર્ય માટે આપવામાં આવે છે. આજે અમે તમારી સમક્ષ પ્રસ્તુત કરશુ, વર્ષ – 2021 ના 93મા ઓસ્કર એવોર્ડ વિજેતાના નામ. સાથે સાથે એ પણ જાણીશુ કે આ ઓસ્કર એવોર્ડ કોના દ્વારા, શા માટે, ક્યારે, કઈ જગ્યાએ આપવામાં આવે છે તેમજ  nominee નું લિસ્ટ કોણ તૈયાર કરે છે. તો ચાલો જાણીએ, આ ખાસ આંતરરાષ્ટ્રીય કક્ષાના ઓસ્કર એવોર્ડ વિશે.

Oscar Awards 2021 | Oscar Award Nominees 2021

પરીચય :- પહેલા આપણે આનો પરીચય લઈશુ. ઓસ્કર એવોર્ડ એ હકીકતમાં એકેડમી એવોર્ડ છે, જે ફિલ્મ ઉદ્યોગમાં કલાત્મક અને તકનીકી ગુણવતા માટે આપવામાં આવે છે. આ એવોર્ડ દર વર્ષે એમએફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ (AMPAS) દ્વારા આપવામાં આવે છે. ઓસ્કર એવોર્ડ એ સિનેમાની શ્રેષ્ઠ સિદ્ધીઓને આંતરાષ્ટ્રીય કક્ષાનું પ્રમાણ આપતુ પુરસ્કાર છે, જેની નોંધણી એકેડમીના મતદાન સભ્યપદ દ્વારા કરવામાં આવે છે. વિવિધ કેટેગરીના વિજેતાઓને સોનાના પૂતળા (એવોર્ડ)ની નકલ આપવામાં આવે છે, જેને સત્તાવાર રીતે મેડિટનો એકેડમી એવોર્ડ કહેવામાં આવે છે. મેડિટનો એકેડમી અવોર્ડ એ ઓસ્કરનું મૂળ નામ છે.

એવોર્ડ વિશે :- આ એવોર્ડ 13.5 ઈંચ ઉંચો અને 3.86 કિ.ગ્રાના વજનનો હોય છે. આ એવોર્ડ બ્લેક મેટલના બેઝનો અને ગોલ્ડ પ્લેટેડ બ્રોંઝ (કાંસ્ય) નો બનેલો હોય છે. આ એવોર્ડમાં સ્થિત સ્ટેચ્યુ એ આર્ટ ડેકો શૈલીમાં રેતી પર ક્રુસેડરની તલવાર રાખેલ નાઇટ દર્શાવે છે. અને એવોર્ડમાં સ્થિત સ્ટેચ્યુ મોડેલ એ મેક્સિકન એક્ટર એમિલિઓ ફર્નાન્ડિસનું છે. આ એવોર્ડ ફિલ્મ સાથે જોડાયેલ પાંચ પ્રવક્તાઓનું પ્રતિનિધિત્વ કરે છે : અભિનેતા, લેખક, નિર્દેશક, નિર્માતા અને તકનીકી. આ એવોર્ડની ડિઝાઈન જ્યોર્જ સ્ટેન્લે એ સિડ્રીક ગિબન્સ દ્વારા તૈયાર કરી હતી. આ એવોર્ડ સૌપ્રથમ વખત 16 મે, 1929 ના રોજ હોલીવુડની રૂઝવેલ્ટ હોટેલમાં યોજાયેલ ખાનગી ડિનર પાર્ટીમાં રજૂ કરવામાં આવ્યો હતો. અને આ જ દિવસે પહેલીવાર ઓસ્કર એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ, ઈ.સ. 1930 માં આ એવોર્ડ સમારોહનું પ્રસારણ રેડિયો દ્વારા પ્રસારિત કરવામાં આવ્યુ હતુ અને 1953 માં ટેલીવિઝન પર પ્રસારિત કરવામાં આવ્યુ હતુ.

આ વર્ષે 93 મો ઓસ્કર એવોર્ડ કેલિફોર્નિયાના લોસ એન્જેલિસના ડોલ્બી થિએટરમાં યોજાયો હતો  આ વખતે 26 April, 2021નાં રોજ વર્ષ – 2021 ની શ્રેષ્ઠ ફિલ્મોને ઓસ્કર એવોર્ડથી નવાજવામાં આવી હતી. વર્ષ – 2021ના ઓસ્કર એવોર્ડ વિજેતાના નામ નીચે મુજબ છે :

NoCategoriesWinner Name
1.Best Movie (બેસ્ટ મૂવી)Nomadland
2.Best Actor in Leading Role
(બેસ્ટ એક્ટર ઈન લીડીંંગ રોલ)
Anthony Hopkins (The Father)
3.Best Actress in Leading Role
(બેસ્ટ એક્ટ્રેસ ઈન લીડીંંગ રોલ)
Frances McDormand (Nomadland)
4.Best Actor in Supporting Role
(બેસ્ટ એક્ટર ઈન સપોર્ટીંગ રોલ)
Daniel Kaluuya (Judas and the Black Messiah)
5.Best Actress in Supporting Role
(બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટીંગ રોલ)
Yuh – Jung Youn (Minari)
6.Best Animated Feature Movie
(બેસ્ટ એનીમેટેડ ફિચર મૂવી)
Soul
7.Best Cinematography
(બેસ્ટ સિનેમોટોગ્રાફી)
Mank
8Best Costume Design
(બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઈન)
Ma Rainey’s Black Bottom
9.Best Directing (બેસ્ટ ડાયરેક્ટીંગ)Chloe Zhao (Nomadland)
10.Best Documentary Feature
(બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિચર)
My Octopus Teacher
11.Best Documentary Short Movie
(બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ મૂવી)
Colette
12.Best Movie Editing
(બેસ્ટ મૂવી એડીટીંગ)
Sound of Metal
13.Best International Feature Movie
(બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફિચર મૂવી)
Another Round (Denmark)
14.Best Make-Up & Hair Style Ma Rainey’s Black Bottom
15.Best Music (Original Score)Soul
16.Best Music (Original Song)Fight for You
(Judas and The Black Messiah)
17.Best Production DesignMank
18.Best Animated Short MovieIf Anything happens I Love You
19.Best Live Action Short MovieTwo Distant Strangers
20.Best Sound Sound of Metal
21. Best Visual Effects Tenet
22.Best Adapted Screenplay (Writing)The Father
23.Best Original ScreenplayPromising Young Woman

Total23

તો આ હતુ, વર્ષ – 2021 ના ઓસ્કર એવોર્ડ વિજેતાનું લિસ્ટ. અમે આશા રાખીએ છીએ કે આ માહિતી તમને તમારા જોબ ઈન્ટરવ્યુ, સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ સામાન્ય જ્ઞાન વધારવામાં મદદરૂપ થશે. આજે અમે માત્ર ઓસ્કર એવોર્ડના નામનું લિસ્ટ જ નહીં, પરંતુ આ એવોર્ડની શરૂઆત ક્યાંથી, કેવી રીતે, ક્યારે, કોના દ્વારા અને કઈ રીતે થઈ એ માહિતી પણ આપી.   

Oscar Award 2021 │ Oscar Award Winner │ Oscar Award Movies │Oscar Award Winner List │ Oscar Award Best Actor │Oscar Awards 2021 Winners List │ Oscar Awards 2021 Nominations │ Oscar Awards 2021 Date | Oscar awardee 2021 | Oscar Award list PDF | Oscar Award Best Movie | Oscar Award Categories | Oscar Award | About Oscar Award | Oscar Award Venue | Oscar Award-winning movies | Oscar Award started in which year | Oscar Award also known as | Oscar Award Other Name | ઓસ્કર એવોર્ડ 2021નાં વિજેતા । ઓસ્કર એવોર્ડ 2021 । ઓસ્કર એવોર્ડ પુરસ્કાર । ઓસ્કર એવોર્ડ । ઓસ્કર એવોર્ડ વિશેની માહિતી । list of oscar award winner 2021 | informative | blog | blogger | blogging life | blogger girl | blogging community | gujju blogger | general knowledge | informative blog | educational | useful | study | awards announcement | educational blog | current affairs

Download PDF file of Oscar Winner – 2021

Categories
Famous Personality general knowledge History India's Famous Informative Mythology Study useful

Bhagavad Gita Quotes | Gita Sandesh

Today, I’m going to post to you a divine and life-improving blog, that is Bhagvad Geeta Quotes. As you all know the Shrimad Bhagvad Geetha is a divine & spiritual epic of Indian Mythology. As you all know bhagavad gita is one of the best epic in indian mythology. This was described by lord krishna on the kurukshetra battle field in front of Arjun. By the Bhagavad gita, lord krishna provides life changing geeta gyan to Arjun along with all human beings and universal elements. Here, i put some great quotes of bhagavad gita which pick out from the chapter of the epic Shrimad Bhagavad Gita.

Bhagavad Gita Quotes | Gita Sandesh

There are 18 chapter of Bhagavad Gita. Each chapter describes its own life related lessons. As we hear from deities, During the bhagavad gita explaination, the wheel of time was stopped. Even micro elements of universe was listening to Lord Krishna’s Gita sandesh.

Chapter wise quotes are as follows with translation :-

Chapter 1 :- The Yoga of Arjuna’s Dejection :-

“Wrong thinking is the only problem in life.”

અધ્યાય પહેલો :-  અર્જૂનવિષાદ યોગ

“ખોટી સમજ એ બધાં દુઃખોનું મૂળ છે.”

Chapter 2 :- The Yoga of Analysis

“Right knowledge is the ultimate solution to all our problems.”

અધ્યાય બીજો :-  સાંખ્ય યોગ

“મુશ્કેલીઓનું  નિવારણ એકમાત્ર સાચા જ્ઞાનથી થાય.”

Chapter 3 :-  The Yoga of Action

“Selflessness is the only way to progress & prosperity.”

અધ્યાય ત્રીજો :-  કર્મ યોગ

“નિઃસ્વાર્થતા એ જ એકમાત્ર વિકાસ અને સમૃદ્ધિનો માર્ગ છે.”

Chapter 4 :- The Yoga of Knowledge

“Every act can be an act of prayer.”

અધ્યાય ચોથો :- જ્ઞાનકર્મ સંન્યાસ યોગ

“દરેક કર્મ એ પોતાનામાં જ એક પ્રાર્થના છે.”

Chapter 5 :- The Yoga of Renunciation

“Renounce the ego of individuality & rejoice in the bliss of infinity.”

અધ્યાય પાંચમો :-  કર્મસંન્યાસ યોગ

“વ્યક્તિત્વના અહંકારનો ત્યાગ કરો અને અનંતના આનંદમાં વિચરો.”

Chapter 6:-  The Yoga of Meditation

“Connect to the Higher consciousness daily.”

અધ્યાય છઠ્ઠો :-  આત્મસંયમ યોગ (ધ્યાન)

“દરરોજ ઉચ્ચ ચેતના સાથે મનથી જોડાઓ.”

Chapter 7 :- The Yoga of Wisdom

“Live what you learn.”

અધ્યાય સાતમો :-  જ્ઞાનવિજ્ઞાન યોગ

“તમે જે શીખ્યા છો એનું પાલન કરો.”

Chapter 8 :-  The Yoga of Liberating Spirit

“Never give up on yourself.”

અધ્યાય આઠમો :-  અક્ષરબ્રહ્મ યોગ

“તમારા પ્રયાસો સાતત્યથી ચાલુ રાખો.”

Chapter 9 :- The Yoga of Royal & Hidden Knowledge

“Value your blessings.”

અધ્યાય નવમો :- રાજ વિદ્યા – રાજ ગુહ્ય યોગ

“તમારા પર વરસાવેલાં આશીર્વાદ માટે એની કૃપા સમજો.”

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत:।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥

Chapter 10 :-  The Yoga of Excellence

“See divinity all around.”

અધ્યાય દસમો :- વિભૂતિ યોગ

“તમારી આસપાસ આધ્યાત્મિકતાની અનુભૂતિ કરો.”

Chapter 11 :-  The Yoga of Seeing the Cosmic Form

“Have enough surrender to see the Truth as it is.”

અધ્યાય અગિયારમો :-  વિશ્વરૂપ દર્શન યોગ

“સત્ય જાણવા પૂરતી પૂર્ણ શરણાગતિ સ્વીકારો.”

Chapter 12 :- The Yoga of Devotion

“Absorb your mind in the Higher.”

અધ્યાય બારમો :- ભક્તિ યોગ

“તમારું મન ભગવાનની સાથે જોડાયેલું રાખો.”

Chapter 13 :- The Yoga of Distinguishing Matter from Spirit

“Detach from Maya & attach to Divine.”

અધ્યાય તેરમો :- ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ વિભાગયોગ

“માયાથી પોતાને અળગા કરીને  આધ્યાત્મિકતા સાથે જોડાઓ.”

Chapter 14 :-  The Yoga of Threefold Modalities

“Live a lifestyle that matches your vision.”

અધ્યાય ચૌદમો :-  ગુણત્રય વિભાગયોગ

“તમારી જીવનશૈલી તમારાં જીવનનાં ધ્યેય પ્રમાણે રાખો.”

Chapter 15 :- The Yoga of Ultimate Person

“Give priority to Divinity.”

અધ્યાય પંદરમો :-  પુરૂષોત્તમ યોગ

“આધ્યાત્મીક્તાને પ્રાથમિકતા આપો.”

Chapter 16 :-  The Yoga of Differentiating Godly & Ungodly Assets

“Being good is a reward in itself.”

અધ્યાય સોળમો :-  દૈવાસુર સંપદ્ વિભાગયોગ

“સારા થવું એ પોતે જ પોતાનામાં એક પુરસ્કાર છે.”

Chapter 17 :-  The Yoga of Differentiating Threefold Faith

“Choosing the right over the pleasant is a sign of power.”

અધ્યાય સત્તરમો :-  શ્રદ્ધાત્રય વિભાગયોગ

“જે ગમે છે એના કરતાં જે સત્ય છે, એનો સ્વીકાર કરવો એ જ ખરી તાકાત છે.”

Chapter 18 :- The Yoga of Liberation

“Let Go, Lets move to union with God.”

અધ્યાય અઢારમો :-  મોક્ષસંન્યાસ યોગ

“જતુ કરો, આત્માને પરમાત્મા સાથે જોડાવા દો.”

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि॥

shrimad bhagavad gita | gita gyan | bhagavad gita quotes | bhagavad gita quites in english | bhagavad gita quotes in gujarati | bhagavad gita vakyo | bhagavad gita quotes on karma | bhagavad gita quotes on life | bhagavad gita quotes on death | bhagavad gita lessons | bhagavad gita quotes and meaning | bhagavad gita quotes by lord krishna | bhagavad gita by lord krishna | bhagavad gita quotes about dharma  | bhagavad gita quotes about detachment | best bhagavad gita quotes | bhagavad gita quotes daily | bhagavad gita quotes download | bhagavad gita quotes pdf | bhagavad gita quotes on non violence | bhagavad gita quotes about hard work | bhagavad gita quotes on justice | bhagavad gita quotes about revenge | lessons from bhagavad gita | bhagavad gita epic | bhagavad gita chapter quotes | bhagavad gita quotes chapter 1 to 18 | bhagavad gita quotes chapter 1 | bhagavad gita courage quotes | management lessons from bhagavad gita | bhagavad gita do your duty | bhagavad gita quotes english pdf | bhagavad gita quotes for motivation | bhagavad gita quotes on life | bhagavad gita quotes english to gujarati | bhagavad gita quotes translation | blog | mythological blog | blog on bhagavad gita | life changing sentences | gujarati blog | lord krishna bhagavad gita | mahabharat battle | mahabharatha epic | indian mythology | motivational quotes | inspirational sentences | શ્રીમદ્ ભગવદ ગીતા | ગીતા સંદેશ | ગીતા જ્ઞાન | ગીતા ઉપદેશ | ગીતા અમૃત વાણી | ભગવદ ગીતા જ્ઞાન | ભગવદ ગીતાના વાકયો