Categories
Art blog Day Special Famous Personality general knowledge History India's Famous Informative literature Mythology Study useful

Mahavir Jayanti Special | Navkar Mantra

Mahavir Jayanti special Navkar Mantra

મહાવીર સ્વામી જયંતિના પાવન અવસર પર આજે આપણે વાત કરવાની છે જૈન ધર્મના એક એવા ખાસ અને પાવન મંત્રની છે મહાવીર સ્વામીનો મૂળ મંત્ર છે. જેમા લગભગ બધા જ તીર્થંકરો આવી જાય છે અને કંઈક ખાસ સંદેશો આપે છે. આપણે હિંદુ ધર્મમાં જેમ ગાયત્રી મંત્ર સૌથી ઉચ્ચ કોટીનો છે એવી જ રીતે જૈન ધર્મમાં આ “નવકાર મંત્ર” છે. આ નવકાર મંત્રનાં જાપથી આપની અંદર રહેલી એક અધ્યાત્મિક ઉર્જાને જાગ્રત થાય છે. અને આપણામાં રહેલા અહંકાર, મોહ, લોભ, આસક્તિ વગેરેનો નાશ કરે છે તેમજ આપણા મન, વચન અને કાયાને શુદ્ધ કરી દે છે. તો ચાલો જાણીએ, જૈન ધર્મના મહામંત્ર એવા “નવકાર મંત્ર” વિશે તેમજ તેના મહત્વ વિશે.

Mahavir Jayanti Special | Navkar Mantra

પહેલા આપણે ભગવાન મહાવીર સ્વામીનો થોડોક પરિચય લઈશું.

મહાવીર સ્વામી એ જૈન ધર્મનાં 24માં તીર્થંકર હતા, જેને ‘વર્ધમાન’ તરીકે પણ ઓળખવામાં આવતા હતા. તેઓ 23માં તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનનાં આધ્યાત્મિક અનુગામી હતા. મહાવીર સ્વામીનો જન્મ 6મી સદી BC માં બિહાર રાજ્યનાં શાહી જૈન પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ હતુ અને માતાનું નામ ત્રિશલા હતુ.

તેમણે માત્ર 30 વર્ષની આયુમાં જ ઘર-સંસારનો ત્યાગ કરીને વૈરાગ અપનાવ્યો હતો, અને જીવનનાં શાશ્વત સત્યની તેમજ આધ્યાત્મિક જાગૃતતાની શોધ માટે નીકળી પડ્યા હતા. તેઓએ સાડા બાર વર્ષ સુધી તીવ્ર ધ્યાન અને આકરી તપસ્યા કરી હતી અને અંતે તેઓને “કેવલ જ્ઞાન’ પ્રાપ્ત થયું હતું. દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયા પછી 30 વર્ષ સુધી તેઓએ ઠેર ઠેર વિહાર કરીને લોકોને અહિંસા, દયા વગેરેનાં ઉપદેશો આપ્યા હતાં. 6મી સદીના અંતમાં તેમને મોક્ષની પ્રાપ્તિ થઈ હતી અથવા તો તેઓ નિર્વાણ પામ્યા હતા એવું માનવામાં આવે છે.

હવે આપણે જૈન ધર્મનાં મહા મંત્ર એવા નવકાર મંત્રની વાત કરીશું.

નવકાર મંત્ર એક એવો વિલક્ષણ મંત્ર છે, જેમાં તંત્ર-મંત્ર, અધ્યાત્મ, ચિકિત્સા, મનોવિજ્ઞાન, દર્શન, તર્ક, ધ્વનિવિજ્ઞાન, ભાષાશાસ્ત્ર, લિપિવિજ્ઞાન, જ્યોતિષ વગેરે ગર્ભિત છે. આ મંત્ર શ્રુતિજ્ઞાનનો સાર છે.

નવકાર મંત્ર શક્તિ-જાગૃતિનો મહામંત્ર છે. આ મંત્ર આપણને શબ્દથી અશબ્દ તરફ લઈ જાય છે. આ મંત્ર આપણને પારદ્રષ્ટિ પ્રદાન કરે છે. આ મંત્ર અંતર્મુખ થવાની એક સૂક્ષ્મ પ્રક્રિયા છે. નવકાર મંત્રનાં જાપથી આપણે પ્રકૃતિ સાથે જોડાઈ શકીએ છીએ તેમજ એ ઉત્તમ કોટી આત્માઓ સાથે જોડાઈ શકીએ છે જેમણે શતાબ્દિઓ પહેલા આ મંત્રનો જાપ કરીને પોતાનામાં અલખ જગાવ્યો હતો.

નવકાર મંત્રમાંના 5 પદ એ પાંચ રંગો દર્શાવે છે, જે આ મુજબ છે : સફેદ, લાલ, પીળો, વાદળી અને કાળો. આ મંત્રનો હેતુ ધ્યાન દ્વારા શ્વાસની કલમથી આ પાંચેય રંગોની શૂન્યની સપાટી પર પાંચ પદો લખીએ અને નિરંતર એનો આત્મસાદ કરતાં જઈએ. આપણે જ્યારે અક્ષર ધ્યાનથી ‘અક્ષર’ બનશું ત્યારે જ આ મહામંત્રનો ઉપકાર આપણી પર થશે.

આ નવકાર મંત્રમાં કુલ 35 અક્ષર છે. અહીં ‘નમો’ એટલે કોણ નમશે ? કોણ નમસ્કાર કરશે ? જે નમન કરે છે એ પોતાના અહંકારનું વિસર્જન કરે છે. નવકાર મંત્રમાં 5 વાર ‘નમો’ આવે છે. નવકાર મંત્ર અલૌકિક, અદ્દ્ભુત અને સર્વ લૌકિક છે.

નવકાર મંત્રમાં એક એવુ સંગીત છે જે આધ્યાત્મિક ઉર્જાથી પરિપૂર્ણ છે, જે આપણને આપણી અંતરાત્મા સાથે જોડે છે અને અહેસાસ કરાવે છે કે તમે આધ્યાત્મની એ બુલંદ ઉંચાઈઓ સુધી પહોંચવા આતુર તો નથી ને ??  નવકાર મંત્ર વિશે એવું કહેવામાં આવે છે કે આ મંત્રનો 8 કરોડ 8 લાખ 8 હજાર 808 વાર જાપ કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. નવકાર મંત્રમાં સમાયેલ પાંચ રંગો પંચ પરમેષ્ઠિયોને દર્શાવે છે જે અનુક્રમે : સફેદ રંગ અરિહંતનો, લાલ રંગ સિદ્ધનો, પીળો રંગ આચાર્યનો, વાદળી રંગ ઉપાધ્યાયનો અને કાળો રંગ સાધુનો છે. નવકાર મંત્રમાંના આ રંગોથી આપણે પ્રકૃતિ સાથે સહજ રીતે જોડાઈ શકીએ છીએ. નવકાર મંત્ર આપણામાં રહેલી આધ્યાત્મિક શક્તિઓ અને ઉર્જાઓ જગાડે છે.

તો આ વાત હતી, અદ્દ્ભુત અને દિવ્ય નવકાર મંત્રની જેના જાપ માત્રથી જ જીવનનો મૂળ ઉદ્દેશ્ય પ્રાપ્ત થઈ જાય છે, આધ્યાત્મિક્તાનો માર્ગ ખુલી જાય છે. આપ સૌને મહાવીર સ્વામી જયંતિની શુભકામનાઓ.

મહાવીર જયંતિ । મહાવીર સ્વામી જયંતિ । નવકાર મંત્ર । નવકાર મંત્રનું મહત્વ । નવકાર મંત્ર જૈન ધર્મ । મહાવીર જયંતિ સ્પેશિયલ । ગુજરાતી બ્લોગ । નવકાર મંત્ર વિશે । મહાવીર સ્વામી વિશે । navkar mantra | mahavir jayanti | mahavir swami jayanti special | mahavir swami | jainism | about navkar mantra | about mahavir swami | gujarati blog | festival special | informative blog | mythology | jain dharma | jain festival | general knowledge | blogger | blogging | blogger community | blogger girl | blogger life | spirituality | importance of navkar mantra

By vish_info

Writer | Blogger | Co-author. My published Book - Knowledge Garden & Mahiti Manch. Atulya Varso Identify Awardee - 2022

Leave a comment