Categories
article blog Famous Personality literature world famous

Baby Mine Song | Dumbo Disney

આજે આપણે વાત કરવાની છે એક એવા ગીતની જે હાલરડાંનાં સ્વરૂપમાં એક અમેરિકન એનિમેટેડ મુવીમાં ગાવામાં આવ્યુ હતું. આ ગીત એક ફિમેલ હાથી અને તેના બચ્ચાને લગતું છે. આ ગીત વોલ્ટ ડિઝની કૃત  “ડમ્બો” નામની એનિમેટેડ મુવીમાં ગાવામાં આવ્યુ હતું.  આ ગીત વિશે મોટા ભાગનાં લોકો અજાણ જ હશે. હાલરડાં સ્વરૂપનું આ ગીત મા-દીકરાનાં પ્રેમ, માની મમતા પર આધારિત ગીત છે જેમાં હાથી તેનાં બચ્ચાને પોતાની સૂંઢમાં હિંચકાની માફક ઝુલાવે છે અને સાથે સાથે ત્યાં સ્થિત અન્ય પ્રાણીઓ પણ આ ગીતનો આનંદ લે છે. તો આજે આપણે વાત કરવાની છે – ડમ્બો મુવીનાં Baby mine  (બેબી માઈન)  ગીત અને તેનાં ભાવાર્થ વિશે તેમજ ડમ્બો વિશે.

Baby Mine Song | Dumbo Disney

Dumbo મુવી વર્ષ – 1941 માં વોલ્ટ ડિઝની દ્વારા બનાવવામા આવેલ એક અમેરિકન એનિમેશન મુવી છે, જેમાં સર્કસમાં ખેલ બતાવતાં માદા હાથી અને તેનાં મોટા કાન વાળાં બચ્ચાની કહાની છે. આ મુવી 1941 માં RKO Radio Pictures દ્વારા કાર્ટૂનનાં સ્વરૂપમાં રીલીઝ કરવામાં આવી હતી, તેમજ વર્ષ – ૨૦૧૯ માં એનિમેશનનાં 3D  સ્વરૂપમાં રીલીઝ થઈ હતી. આ મુવીમાં Mrs. Jumbo નામની ફિમેલ એલીફન્ટ અને Dumbo નામનું બેબી એલીફન્ટ બન્ને મા-દીકરો કેંદ્રસ્થાને છે.

પહેલા થોડુક વાર્તા વિશે જાણી લઈએ. Mrs. Jumbo સહિતનાં અન્ય પ્રાણીઓ સર્કસમાં ખેલ બતાવતા હોય છે. Dumbo નો જન્મ પણ એક સર્કસનાં તમ્બુમાં જ થાય છે. Dumbo નાં કાન મોટા હોવાને લીધે આજુબાજુનાં પ્રાણીઓ તેમજ સર્કસમાં જોવા આવનારા લોકો તેના કાન ખેંચીને તેનું બહુ જ મજાક ઉડાવે છે, ચીડવે છે. Mrs. Jumbo થી આ જોવાતું નથી અને એ રોષે ભરાઈને સર્કસમાં અફરાતફરી મચાવી દે છે, તમ્બુ તોડી નાખે છે, Dumbo નું મજાક ઉડાવનારને પોતાની સૂંઢથી પકડીને પછાડે છે વગેરે. આ દ્રશ્ય જોઈને સર્કસનો માલિક ગુસ્સે થઈને Mrs. Jumbo ને બાંધીને એક વેગનમાં બંધ કરી દે છે. એની હરકતો જોઈને એવું લાગ્યુ કે ફિમેલ એલીફન્ટ પાગલ થઈ ગઈ છે એ જાણીને Mrs. Jumbo નાં વેગનની ઉપર – Mad Elephant, Danger વગેરેનાં બોર્ડ લગાવી દે છે જેથી કરીને કોઈ એની પાસે ન આવે, ખુદ Dumbo ને પણ એનાથી અલગ કરી દેવામાં આવે છે.  Dumbo ને પણ એકલા એકલા જ સર્કસમાં શો કરવો પડે છે, જેમાં એના મોટા કાન બાંધીને એને ઉચાઈએથી નીચે પાણીના ટબમાં કૂદવાનું કહેવામાં આવે છે. આ વખતે અધવચ્ચેથી જ એના બન્ને કાન પર બાંધેલી પટ્ટી છૂટી જાય છે અને એ પાણીમાં કૂદે તો છે પરંતુ ઘોર મજાકનું પાત્ર બને છે. આ ખેલમાં તેની સાથે એક નાનો ઉંદર પણ હોય છે, જે તેનો પાક્કો દોસ્ત બની જાય છે. શો માં મજાકનું પાત્ર બની ગયા બાદ Dumbo રાત્રે બહુ જ ઉદાસ થઈને બેઠો હોય છે અને તેની મા ને મિસ કરતો હોય છે. રાતનાં સમયે મા ની વધારે તે તેનાં મિત્ર સાથે Mrs. Jumbo જ્યાં હોય છે ત્યાં પહોંચી જાય છે. Dumbo જેવો મા પાસે જાય છે ત્યારે Mrs. Jumbo તરત જ એ ડબ્બાની જાળીમાંથી એની સૂંઢ કાઢે છે અને એ સૂંઢ વડે દીકરા Dumbo ને વહાલ કરે છે ( સૂંઢ Dumbo નાં માથાપર ફેરવે છે).  માતાની વહાલરૂપી સૂંઢ માથા પર ફરતા જ Dumbo એની આંખનાં આંસુ સૂંઢ વડે લૂછી નાખે છે અને માતાની સૂંઢ પર બેસી જાય છે અને Mrs. Jumbo ની સૂંઢ પર બેસીને ઝુલે છે. Mrs. Jumbo પોતાની સૂંઢ હિંચકાની જેમ ચલાવે છે જેમાં Dumbo આનંદથી ઝુલે છે અને હાલરડા રૂપી એક ગીત શરૂ થાય છે અને તેનો આનંદ ત્યાં સ્થિત તમામ પ્રાણીઓ અને તેના બચ્ચાઓ લે છે.

ગીતનું નામ છે Baby Mine :

Baby mine, don’t you cry
Baby mine, dry your eyes
Rest your head close to my heart
Never to part, baby of mine

Little one when you play
Don’t you mind what they say
Let those eyes sparkle and shine
Never a tear, baby of mine

If they knew sweet little you
They’d end up loving you too
All those same people who scold you
What they’d give just for

The right to hold you
From your head to your toes
You’re so sweet, goodness knows
You are so precious to me
Sweet as can be, baby of mine

ઉપરોક્ત ગીતનો ભાવાર્થ કંઈક આ મુજબ છે :

પહેલી પંક્તિમાં Mrs. Jumbo એના દીકરા Dumbo ને કહે છે કે – દીકરા મારા રો મા, દીકરા મારા આંસુ લુછી નાખ. તારા માથાને મારા હ્રદયની નજીક મુકી દે. મારાથી અલગ થા માં, દીકરા મારા.

બીજી પંક્તિ કંઈક આ મુજબનું કહે  છે – નાનેરા જ્યારે તુ રમતો હોય ત્યારે લોકો શું કહે છે એની પરવાહ ન કર / મનમાં ન લે. તારી આંખોને ચમકવા અને પ્રકાશવા દે. રો મા, દીકરા મારા.

ત્રીજી પંક્તિ કહે છે – જે લોકો તારા મોટા કાન વિશે જાણે છે, એનું મજાક બનાવે છે, અંતમાં તેઓ તને પ્રેમ જ કરશે. જે લોકો તને ચીડવે છે / ખીજાય છે એ લોકો માત્ર તને આગળ ન વધવા દેવા માટે પકડી રાખે છે.

અને છેલ્લી ચોથી પંક્તિ કહે છે કે તું માત્ર પગથી છેક માથા સુધીનો જ નથી (પગથી માથા સુધી સીમિત નથી) પરંતુ એનાથી પણ કંઈક સ્પેશિયલ છે જે ભગવાન પણ જાણે છે. પરંતુ મારી માટે તું મારી અણમોલ અમાનત છે, એક સ્વીટની જેમ દીકરા મારા.

ઉપરોક્ત હાલરડા સમાન ગીત પરથી જાણવા મળ્યું કે એક મા માટે એનું સંતાન બહુ જ સ્પેશિયલ હોય છે, પછી એ માણસ હોય તો ભલે અને પ્રાણી હોય પણ ભલે. પોતાનું સંતાન ખામી વાળું હોય તો પણ મા ની મમતામાં કે વહાલ કરવામાં ક્યારેય ઓછપ નથી આવતી. દુનિયા ભલે એના સંતાનને ગમે તે કહે પણ એના માટે તો એનું સંતાન અણમોલ જ હોય છે. પોતાના સંતાનને દુનિયાનાં મજાકથી બચાવવા માટે પોતે આખી દુનિયા સામે લડીને, ખુદ પાગલ પણ બની જાય છે જે આ ગીતમાં જોવા મળ્યું. મા એના દીકરાને સાંત્વના આપે છે કે દુનિયા ભલે જે કહે તે પણ તું મારા માટે ખાસ જ છો જે ભગવાન પણ જાણે છે એટલે રોવાનું બંધ કર – આંસુ લૂછી નાખ. અત્યાર સુધી મા ને  લગતા ઘણા ગીતો, કવિતાઓ સાંભળ્યા હશે, પરંતુ આ ગીત પ્રાણીઓમાં રહેલાં માતૃત્વને એક અલગ જ શૈલીથી એ પણ એનિમેશનનાં સ્વરૂપમાં દર્શાવ્યું છે.

તો આ વાત હતી – બેબી માઈન ગીતની. એક એવું હ્રદયસ્પર્શી અને મા ની મમતા વરસાવતું ગીત કે વાંચ્યા પછી તો આપણી આંખો સહેજ ભીની થઈ જ જાય છે, મારી આંખોમાં પણ આ ગીત વિશે લખતા લખતા આંસુઓ આવી ગયા હતા. આ ગીત અમેરિકન ઓરા સ્ટાઈલમાં ગવાયું હોવાથી સાંભળવામાં નહીં સમજાય પરંતુ તેના શબ્દો તેમજ એ ગીત દર્શાવતા વિડીયોમાં તરત સમજાય જશે.

Click on the below mentioned link to watch a video of “Baby Mine” song :-

dumbo | dumbo disney | baby mine song | baby mine dumbo | walt disney | animation movie | american movie | children movie | dumbo cartoon | animated movie | dumbo movie |dumbo cartoon | kids movie | lullaby | poem | song | hollywood | blog | blogging | blogging community | blogger | literature | entertainment | famous cartoon movie | disney cartoon movie | blogger girl | blogger life | gujarati blog | gujarati blogger | interesting blog | motherhood | mother’s love | blog on motherhood | blog on baby mine song | informative | wordpress | wordpress website | wordpress blog

Categories
Art article awards & honour blog educational Famous Personality general knowledge General Knowledge India's Famous Informative Study useful

Tokyo Olympic 2020 |Olympic Winners of India

Feeling extremely proud to write about this blog. This blog is about the winners of the Tokyo Olympic 2020 from India. This time India created golden history in Tokyo Olympic 2020. India achieved 7 medals in the entire Olympic Games. Here I listed out the winners of the Tokyo Olympics 2020.

Tokyo Olympic 2020 | Olympic Winners of India

Here, I listed out the name of the winners of the Tokyo Olympic 2020 who wrote the golden victory in the history of India. These athletes won the hearts of millions of people of India even the world.

1. Neeraj Chopra. 🥇

Game:- Javelin Throw

Achievement :- Gold Medal 🥇

2. Mirabai Chanu 🏋️‍♂️🥈

Game :- Weightlifting

Achievement :- Silver Medal 🥈

3. Ravi Kumar Dahiya 🥈🤼

Game :- Wrestling

Achievement :- Silver Medal 🥈

4. Bajrang Punia 🤼🥉

Game :- Freestyle Wrestling

Achievement:- Bronze Medal 🥉

5. P. V. Sindhu 🏸🥉

Game:- Badminton

Achievement:- Bronze Medal 🥉

6. Lovlina Borgohain 🥊🥉

Game:- Boxing

Achievement:- Bronze Medal 🥉

7. Indian Men Hockey Team 🏑🥉

Game:- Hockey

Achievement:- Bronze Medal 🥉

Many many huge rounds of applause for these winners & cheerfully congratulate them. You guys made our country proud around the world. We the people of India so happy for you. You gave the gift of Olympic medals before independence day. You created a golden record in the history of India.

Tokyo Olympic 2020 | Tokyo Olympic results | Tokyo Olympic Indian winners 2021 | Tokyo Olympic Winners list 2021 | Tokyo Olympic Winners Name list | Indian Olympic winners name | Olympic games Tokyo 2020 | Tokyo Olympic winners from India | Olympic winners 2021 | Olympic Games Gold Medalist | Olympic Games Silver Medalist | Olympic Games Bronze Medalist | Proud Indian | Indian Sports player | Neeraj Chopra | P V Sindhu | Mirabai Chanu | Indian men hockey team | India’s athletes | wrestler | weightlifting | blog | blogger | informative blogging | educational | gk | useful blog | hockey player | India’s national game

Click here to Purchase
Categories
advertising Art article blog book educational Famous Personality general knowledge General Knowledge History India's Famous Informative literature Mythology Study useful

ભારતની પ્રાચીન ચિત્રકલા | નોલેજ ગાર્ડન | Shopizen App | My Book

Here, I’m going to post my newly published books namely – Knowledge Garden & Bharat ni Prachin Chitrakala. In these books, I wrote an informative articles. Click on link to purchase it.

ભારતની પ્રાચીન ચિત્રકલા | નોલેજ ગાર્ડન | Shopizen App | My Book

‘ભારતની પ્રાચીન ચિત્રકલા’ – Vishakha Mothiya
Purchase @ ₹ 10.00: https://shopizen.page.link/dUDbRKS3xnUw9ac69

ભારત દેશની વિભિન્ન સંસ્કૃતિ અને જાજરમાન વારસો સદીઓથી પોતાનો પ્રકાશ વિશ્વ આખાયમાં ફેલાવતો આવ્યો છે. આપણુ પ્રાચીન ભારત મહદંશે અદ્ભુત કલા- કૌશલ્ય તેમજ અનેકવિધ શિલ્પ તેમજ સ્થાપત્યકલાની બાબતમાં મોખરે રહ્યું છે. આ માહિતીસભર પુસ્તકમાં ભારત દેશની પ્રાચીન અને સમૃદ્ધ એવી નવ ચિત્રકલાઓનો સમાવેશ થયેલ છે. આ ચિત્રકલાઓ ભારતના વિવિધ રાજ્યોની પ્રાચીન સંસ્કૃતિ, લોકજીવનશૈલી, પરંપરા વગેરેની ઝાંખી કરાવે છે. આ ચિત્રકલાએ ચિત્રકારોને પ્રતિષ્ઠા સાથે સાથે રોજીરોટી પણ આપતું. આ ચિત્રકલાઓ પ્રાચીન હોવાથી તે કુદરતનાં પ્રાકૃતિક તત્વોની આધિન હતી. અહીં ચિત્રકલાઓમાં જે રંગો ઉપયોગમાં લેવામાં આવતા તે ફૂલની પાંદડી- કળી, વૃક્ષોનાં પાંદડા, પથ્થર, રત્નો વગેરેનો સમાવેશ થતો. અહીં ભારતની પ્રાચીન ચિત્રકલાઓમાં મધુબની, કાલીઘાટ, ફાડ, કલમકારી, ગોંડ, કેરાલા મુરાલ્સ, રોગન, મુઘલ લઘુ ચિત્રકલા, પહાડી વગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.

નોલેજ ગાર્ડન – Vishakha Mothiya Vishakha Mothiya (માહિતી સભર લેખ સંગ્રહ)
Purchase Ebook @ ₹ 20.00 & Hardcover book @ ₹ 153.00

Click here to order my book :- https://shopizen.page.link/M94TkWaMKYjjmjB27

• મોનાલિસા પેઈન્ટીંગની સ્માઇલનું રહસ્ય.
• એક એવું બેસતું વર્ષ કે જેમાં આંખો બંધ કરીને મંદીરે જવાનું હોય છે.
• કોણ હતા રાધાના બેસ્ટ ફ્રેંડ?
• દક્ષિણ ભારતનાં લોકો કેળાનાં પાન પર જ કેમ જમે છે?
• ગરબામાં કેમ ત્રણ જ તાળી પાડવામાં આવે છે?
• મકરસંક્રાંતિ પર પતંગ શું કામ ચગાવવામાં આવે છે?
• ભારતનું એકમાત્ર ટોય ટાઉન.
• વિસરાઇ ગયેલી કઠપૂતળી કલા
• ભારતની સૌથી ઘાતક યુદ્ધ કલા
• હાઈકુની શરૂઆત કઈ રીતે થઈ?
• સબરીમાલા મંદિરના ભગવાન કોણ છે?
• એક એવા મહિલા કવિયત્રી જે 1947માં ભાગલાના સાક્ષી બન્યા અને જેમણે એ ધટના પર આધારીત એક કવિતા લખી.
• અમદાવાદનું હૃદય એવી અમદાવાદી પોળ
• રૂદ્રમહાલય
• Laughing Buddha & Buddhist Prayer Wheel (ભકિત કરવાનું અનોખું માધ્યમ).

knowledge garden book | Bharat ni prachin chitrakala book | ebook | book | book reader | Gujarat book | reader | reading | book lover | writer | writing | book publishing | general knowledge | historical content | informative | educational | gujarati writer | shopizen app | gujarati blog | blog | blogger | blogging